ઉજ્જૈનમાં પ્રિયંકાએ મહાકાલની પૂજા અર્ચના કરી, ઈન્દોરમાં રોડ શો કરશે

0
49

ઈન્દોરઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉજ્જૈન પહોંચ્યા છે. અહીં બાબા મહાકાલના મંદિરમાં તેમણે ભગવાનની પૂજા-અર્ચના કરી, આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર રહ્યા હતા. ઉજ્જૈનમાં પ્રિયંકાએ 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. પ્રિયંકા આજે રતલામમાં જનસભાને સંબોધશે. સાંજે તેઓ ઈન્દોરમાં રોડ શો પણ કરશે.

પ્રિયંકા ગાંધી ઈન્દોર થઈને ઉજ્જૈન પહોંચ્યા હતા. ઈન્દોર એરપોર્ટ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તેમનું સ્વાગત કર્યું. પ્રિયંકાની સાથે મહિલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શોભા ઓઝા, મધ્યપ્રદેશના મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્ચના જાયસ્વાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મંદિરના પૂજારીઓએ પ્રિયંકાને પંચામૃતથી પૂજન કરાવ્યું હતું.

ઈન્દોરમાં 4 કિમી લાંબો રોડ શોઃ સોમવારે સાંજે પ્રિયંકા ગાંધી ઈન્દોરમાં રોડ શો કરશે. અહીં અંદાજે 4 કિમીનો રોડ શો યોજાશે. પ્રિયંકાના પ્રવાસથી કોંગ્રેસને માલવા અને નિમાડ હેઠળ આવનારી આઠ બેઠકો ઈન્દોર, રતલામ, ધાર, ખરગોન, મંદસૌર, દેવાસ, ઉજ્જૈન અને ખંડવા પર જનતાને મતદાન કરવાની અપીલ કરશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here