…જ્યારે એક માતાએ તેની ચાર વર્ષની દીકરીને બચાવવા અપહરણકારો સામે બાથ ભીડી

0
0
નવી દિલ્હીમાં એક માતાએ તેની ચાર વર્ષની દીકરીને અપહરકારના હાથમાંથી છોડાવી, બાળકીના કાકાએ જ ઘડ્યો હતો અપહરણનો પ્લાન.

નવી દિલ્હી : મંગળવારે એક મહિલા (Delhi Woman)એ તેની નાની દીકરી (Daughter)નું અપહરણ (Kidnappers) કરવા આવેલા બે લોકો સામે બાથ ભીડી હતી. આ આખો બનાવ સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે. આ સમયે મહિલાના બે પાડોશીઓએ ચતુરાઈ વાપરીને અપહરણ કરવા આવેલા બે લોકોમાંથી એકને બાઇક પરથી નીચે પછાડી દીધો હતો. જે બાદમાં બંને લોકો બાઇક મૂકીને ભાગી ગયા હતા. પોલીસે આ બાઇકને જપ્ત કરી લીધું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે અપહરણનો આખો પ્લાન બાળકીના કાકાએ ઘડ્યો હતો. બાળકીના પિતા કાપડના મોટા વેપારી છે. પોતાની ભત્રીજીનું અપહરણ કરીને તેના કાકાએ તેના સગાભાઈ પાસેથી 35 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પ્લાન ઘડ્યો હતો. બાળકીનું અપહરણ કરવા માટે આવેલા બંને લોકો હજી સુધી પોલીસની પકડમાં આવ્યા નથી.

 પોલીસના જણાવ્યા પ્રમાણે બંને આરોપી બપોર પછી ચાર વાગ્યાની આસપાસ કાળા રંગના બાઇક પર બાળકીના ઘર પાસે આવી પહોંચ્યા હતા. આ સમય દરમિયાન બ્લ્યૂ શર્ટ પહેરનાર તેમજ ખભે લાલ રંગનો થેલો ભરાવનાર વ્યક્તિએ બાળકીની માતા પાસે પીવા માટે પાણી માંગ્યું હતું. બાળકીની માતા પાણી લેવા માટે ઘરમાં ગઈ હતી ત્યારે જ આ વ્યક્તિએ બાળકીને ઉપાડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે બંને આરોપી બપોર પછી ચાર વાગ્યાની આસપાસ કાળા રંગના બાઇક પર બાળકીના ઘર પાસે આવી પહોંચ્યા હતા. આ સમય દરમિયાન બ્લ્યૂ શર્ટ પહેરનાર તેમજ ખભે લાલ રંગનો થેલો ભરાવનાર વ્યક્તિએ બાળકીની માતા પાસે પીવા માટે પાણી માંગ્યું હતું. બાળકીની માતા પાણી લેવા માટે ઘરમાં ગઈ હતી ત્યારે જ આ વ્યક્તિએ બાળકીને ઉપાડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

 સીસીટીવીમાં જોઈ શકાય છે કે વ્યક્તિ બાળકીને તેડીને ઘરમાંથી દોડતો બહાર આવી રહ્યો છે. આરોપી બાળકીને લઈને બહાર ઊભા રહેલા તેના સાથીની પાછળ બેસવાનો પ્રયાસ કરે છે એટલામાં જ બાળકીની માતા દોડી આવે છે અને બાળકીને જોરથી પકડી લે છે. બાળકીની માતા જીવની પરવા કર્યા વગર અપહરણકર્તાઓ સામે લડી હતી અને તેમના હાથમાંથી બાળકીને છોડવી હતી. (તસવીર : આરોપી ભાગે નહીં તે  માટે પાડોશીએ પ્રયાસ કર્યો હતો.)

સીસીટીવીમાં જોઈ શકાય છે કે વ્યક્તિ બાળકીને તેડીને ઘરમાંથી દોડતો બહાર આવી રહ્યો છે. આરોપી બાળકીને લઈને બહાર ઊભા રહેલા તેના સાથીની પાછળ બેસવાનો પ્રયાસ કરે છે એટલામાં જ બાળકીની માતા દોડી આવે છે અને બાળકીને જોરથી પકડી લે છે. બાળકીની માતા જીવની પરવા કર્યા વગર અપહરણકર્તાઓ સામે લડી હતી અને તેમના હાથમાંથી બાળકીને છોડવી હતી.

 આ દ્રશ્ય જોઈને મહિલાના બે પાડોશી સચેત થઈ ગયા હતા. આ સમય દરમિયાન આરોપીઓ બાઇક લઇને ભાગે નહીં તે માટે એક પાડોશીએ પોતાનું મોપેડ રસ્તાની વચ્ચે મૂકી દીધું હતું. બાઇક સવાર બાઇક લઈને ભાગે છે ત્યારે તેનો પાડોશી તેને ધક્કો મારીને પછાડી દે છે, બીજા હાથે તે દોડીને ભાગી રહેલા બીજા આરોપીને અન્ય એક વ્યક્તિની મદદથી નીચે પછાડી દે છે. જોકે, આરોપીઓ કેમ પણ કરીને ભાગવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમનું બાઇક અને થેલો ત્યાં જ પડી રહ્યા હતા. આ બંને વસ્તુઓ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. (તસવીર : એક પાડોશીએ અપહરણકારને બાઇક પરથી પછાડી દીધો હતો.)

આ દ્રશ્ય જોઈને મહિલાના બે પાડોશી સચેત થઈ ગયા હતા. આ સમય દરમિયાન આરોપીઓ બાઇક લઇને ભાગે નહીં તે માટે એક પાડોશીએ પોતાનું મોપેડ રસ્તાની વચ્ચે મૂકી દીધું હતું. બાઇક સવાર બાઇક લઈને ભાગે છે ત્યારે તેનો પાડોશી તેને ધક્કો મારીને પછાડી દે છે, બીજા હાથે તે દોડીને ભાગી રહેલા બીજા આરોપીને અન્ય એક વ્યક્તિની મદદથી નીચે પછાડી દે છે. જોકે, આરોપીઓ કેમ પણ કરીને ભાગવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમનું બાઇક અને થેલો ત્યાં જ પડી રહ્યા હતા. આ બંને વસ્તુઓ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

 દિલ્હી પોલીસની તપાસમાં બાઇકની નંબર પ્લેટ ફેક હોવાનું સામે આવ્યું છે. તપાસ બાદ પોલીસ જગતપુરી ખાતે રહેતા બાઇકના માલિક ધીરજ સુધી પહોંચી છે. ધીરજે કબૂલ કર્યું છે કે બાળકીના કાકાએ આ પ્લાન ઘડી કાઢ્યો હતો. બાઇક માટે ધીરજને એક લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આરોપીઓની બેગમાંથી પોલીસને દેશી બનાવટની ગન પણ મળી આવી છે. (તસવીર : બે પાડોશીઓએ આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો.)

દિલ્હી પોલીસની તપાસમાં બાઇકની નંબર પ્લેટ ફેક હોવાનું સામે આવ્યું છે. તપાસ બાદ પોલીસ જગતપુરી ખાતે રહેતા બાઇકના માલિક ધીરજ સુધી પહોંચી છે. ધીરજે કબૂલ કર્યું છે કે બાળકીના કાકાએ આ પ્લાન ઘડી કાઢ્યો હતો. બાઇક માટે ધીરજને એક લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આરોપીઓની બેગમાંથી પોલીસને દેશી બનાવટની ગન પણ મળી આવી છે.

 તસવીર : પાડોશીઓના પ્રયાસ છતાં બંને અપહરણકારો ભાગી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here