Wednesday, December 8, 2021
Homeજ્હોનની એ ફિલ્મના પોસ્ટર સામે આવી ચૂક્યા છે જેનું ગુજરાતમાં શૂટિંગ થયું...
Array

જ્હોનની એ ફિલ્મના પોસ્ટર સામે આવી ચૂક્યા છે જેનું ગુજરાતમાં શૂટિંગ થયું હતું

જ્હોન અબ્રાહમની ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરના બે પોસ્ટર રિવીલ કરવામાં આવ્યા છે. બંન્ને પોસ્ટરમાં જ્હોન એક જાસૂસની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટાઈટલથી જ જાસૂસની ફિલ્મ હોવાનું સાફ દેખાઈ રહ્યું છે. ફિલ્મમાં જ્હોનના અલગ અલગ કિરદારો હશે. આ ફિલ્મ પહેલા સુશાંત સિંહ રાજપૂતના ફાળે જવાની હતી પણ તેણે ફિલ્મ છોડી દેતા હવે જ્હોનના ખિસ્સામાં આ ફિલ્મ આવી છે.

જ્હોનની આ ફિલ્મનું ઘણું ખરુ શૂટિંગ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં થયું છે. શૂટિંગ માટે જૂનાગઢના ઘણા વિસ્તારને પાકિસ્તાન બનાવી દર્શાવવામાં આવ્યા છે. જ્હોને શૂટિંગ દરમિયાન ત્યાંની જનતાનો પણ આભાર માન્યો હતો.

જ્હોને ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે વન મેન, મેની ફેસિસ. વન મિશન. ટુ પ્રોટેક્ટ કન્ટ્રી. ફિલ્મના એક પોસ્ટરમાં જ જ્હોનના અલગ અલગ આઠ રોલ જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક જ્હોન રોમિયો તો ક્યાંક વોલ્ટર અને અકબર બનતો પણ જોવા મળશે. જ્હોને ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર આ બંન્ને પોસ્ટર શેર કર્યા હતા.

ફિલ્મના કલાકારોની વાત કરવામાં આવે તો ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સિવાય, મૌની રોય, જેકી શ્રોફસ અને સિકંદર ખેર મહત્વના રોલમાં જોવા મળવાના છે. આ ફિલ્મની કહાની સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન રોબ્બી ગ્રેવાલે કર્યું છે. જેને ધીરજ વઢવાણે પ્રોડ્યુસ કરી છે. સાથે અજય કપૂર, વેનેસા વાલિયા અને ગેરી ગ્રેવાલ પણ છે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments