ઝારખંડમાં કાર અને ટ્રક અથડાતા ત્રણ બાળકો સહિત 10 લોકોનાં મોત

0
22

રામગઢઃ અહીં NH-33 પર ટ્રક અને કારની ટક્કરમાં એક જ પરિવારનાં 10 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. કારમાં સવાર લોકો આરા(બિહાર)થી બાળકનું મુંડન કરાવીને હટિયા (રાંચી) પરત ફરી રહ્યા હતા. દુર્ઘટના બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટનાસ્થળે છોડીને ભાગી છૂ્ટ્યો હતો. આશરે ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રત્યક્ષદર્શી પ્રમાણે, ઈનોવા  NH-33 પટના-રાંચી માર્ગ ડ્રાઈવરની ભૂલથી ખોટે રસ્તે ચાલતી હતી. આ દરમિયાન સામેથી પુરઝડપે આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારી દીધી હતી. જોકે મૃતદેહોને રામગઢનાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જ્યા પોસ્ટમાર્ટમ બાદ મૃતદેહોને રાંચી મોકલી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here