ઝારખંડમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં લાગેલા ત્રણ નક્સલીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા

0
20

ઝારખંડના ગુમરામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર કરી ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા. નક્સલવાદીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જેને નાકામ કરવામાં આવ્યો. સુરક્ષાદળોએ ઘટના સ્થળેથી બે એકે 47 અને નાના હથિયાર પણ કબજે લીધા. એન્કાઉન્ટ બાદ અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ.

સુરક્ષાદળોને આશંકા છે કે, ગુમરામાં વધુ નક્સલવાદીઓ છુપાયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુમરાના કામડારા વિસ્તારમાં કેટલાક નક્સલવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાની સાથે પોલીસે ઓપરેશન શરૂ કર્યુ હતુ. જેના જવાબમાં નક્સલવાદીઓએ ફાયરિંગ કરતા ત્રણ નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા.

મહત્વપૂર્ણ છે કે, ગત મહિને સિંગભૂમ જિલ્લામાં સુરક્ષદળોએ ઓપરેશન ચલાવી પાંચ નક્સલવાદીને ઠાર કર્યા હતા. અને મોટી માત્રામાં હથિયાર કબજે કર્યા હતા. ઝારખંડના 19 જિલ્લા નક્સલગ્રસ્ત છે જેમાથી 13 જિલ્લાને વધારે સંવેદનશીલ ગણવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here