Monday, September 26, 2022
Homeઝિમ્બાબ્વે ક્રિકેટનાં નકશા ઉપરથી ગાયબ: આઈસીસીએ માન્યતા રદ કરી
Array

ઝિમ્બાબ્વે ક્રિકેટનાં નકશા ઉપરથી ગાયબ: આઈસીસીએ માન્યતા રદ કરી

- Advertisement -

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ તરફથી ઝિમ્બાબ્વેને કોઈ આર્થિક સહાય નહીં મળે

ઝીમ્બાબ્વે ક્રિકેટની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે માન્યતા રદ કરી દીધી છે. કારણકે માનવામાં આવી રહ્યું છે કે, ઝીમ્બાબ્વે સરકારનાં નિયમિત અંતરાળ પર જે દખલગીરી કરવામાં આવી રહી હોવાથી આઈસીસી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આઈસીસીનાં ચેરમેન શશાંક મનોહરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઝીમ્બાબ્વે ક્રિકેટે આઈસીસી નિર્મિત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બોર્ડનાં મેમ્બરો અને બોર્ડને સસ્પેન્ડ કરવા માટે બોર્ડને સહેજ પણ સરલતાથી લેવામાં આવ્યો નથી. ક્રિકેટ રમતને રાજકારણ દુર રાખવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં શશાંક મનોહરે જણાવતાં કહ્યું હતું કે, આઈસીસી પણ ઈચ્છે છે કે ઝીમ્બાબ્વે ક્રિકેટ રમે પરંતુ તેનાં માટે એકમાત્ર ઉપાય એ છે કે આઈસીસી દ્વારા નિર્મિત નિયમોનું પૂર્ણત: પાલન કરે. હાલ ઝીમ્બાબ્વે ક્રિકેટની માન્યતા આઈસીસીએ રદ કરી નાખી છે જેનાં કારણે વિશ્ર્વકપમાં પણ ઝીમ્બાબ્વે રમી શકયું ન હતું. આઈસીસી દ્વારાની વાર્ષિક સભામાં અનેકવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સ્લો ઓવરરેટ માટે જે સજા નિર્ધારીત કરવામાં આવી હતી તેમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે જેમાં પહેલા એવું થતું કે, સ્લો ઓવરરેટનાં કારણે ટીમનાં સુકાનીને દંડિત કરવામાં આવતા હતા પરંતુ હવે સુકાનીની સાથોસાથ ખેલાડીઓને પણ દંડિત કરવામાં આવશે. ઝીમ્બાબ્વેની ક્રિકેટ ટીમની માન્યતા રદ થતાની સાથે જ ટીમને જે આઈસીસી તરફથી ફંડ મળતું હતું તે પણ હવે નહીં મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular