Thursday, October 21, 2021
Homeઝીરો કંપની ટૂંક સમયમાં લોન્ચ કરશે, બાઇકની માઇલેજ સ્માર્ટફોન પર ટ્રેક થશે
Array

ઝીરો કંપની ટૂંક સમયમાં લોન્ચ કરશે, બાઇકની માઇલેજ સ્માર્ટફોન પર ટ્રેક થશે

ઓટો ડેસ્ક. અમેરિકન કંપની ઝીરો (Zero)એ પોતાની ન્યૂ ઇલેક્ટ્રિક બાઇક Zero SR/F લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકના જૂના મોડલની સરખામણીમાં પાવરફુલ બનાવ્યું છે. તેમનો દાવો છે કે, આ ઇલેક્ટ્રિક સ્ટ્રીટફાઇટર એક કલાકમાં જ 95 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. તેના ચાર્જિંગનો સમય કોઇ સ્માર્ટફોનના ચાર્જિંગ જેટલો જ છે. આ સ્પોર્ટી અને સ્ટાઇલિશ લૂકનું પરફેક્શન કોમ્બિનેશન છે.

ઇલેક્ટ્રિક બાઇક Zero SR/Fના ફીચર્સ

સિંગલ ચાર્જ પર 320kmની રેન્જ
નવી Zero SR/Fમાં ZF75-10 મોટર સાથે ZF 14.4 લિથિયમ-આયન બેટરી આપી છે. આ મોટર 80 kWના પાવર અને 190 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે, ફુલ ચાર્જ થયા પછી આ બાઇકથી 320km ટ્રાવેલ કરી શકાય છે. બાઇકમાં રાઇડિંગના ચાર મોડ સ્ટ્રીટ, સ્પોર્ટ, ઇકો અને રેઇન મળે છે. તેની ટોપ સ્પીડ 200 કિમી/કલાકની છે.
ફોન કનેક્ટિવિટીવાળું સ્પીડોમીટર
આ બાઇકમાં LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે, જે સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવે છે. તેનાથી રાઇડર ફોન પર જ બાઇક અંગેની ઇન્ફર્મેશન ટ્રેક કરી શકે છે. બાઇકમાં Bosch મોટરસાઇકલ સ્ટેબિલિટી કંટ્રોલ મળે છે. સાથે જ ટ્રેક્શન કંટ્રોલ, ડ્રેગ ટોર્ક કંટ્રોલ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ મળે છે.
બાઇકની કિંમત
Zero SR/Fની  કિંમતની વાત કરીએ તો કંપની દ્વારા તે વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ અંદાજે 16.80 લાખ રૂપિયા બાઇકની કિંમત હોવાની શક્યતા છે. આ ઇલેક્ટ્રિક બાઇકને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે હાલમાં કોઇ માહિતી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments