Monday, October 18, 2021
Homeઝી એન્ટરટેઇન્ટમેન્ટના શેરનામાં ભાવોમાં આ કારણે થયો તો ઘટાડો
Array

ઝી એન્ટરટેઇન્ટમેન્ટના શેરનામાં ભાવોમાં આ કારણે થયો તો ઘટાડો

ઝી એન્ટરટેઇન્ટમેન્ટ એન્ટરપ્રાઇઝ લિ.નામની ફ્લેગશીપ કંપનીના રોકાણકારોના રૃપિયા ૧૪૦૦૦ કરોડ ઘોવાયા પછી મીડિયા ટાયકુન સુભાષ ચંદ્રાએ આબરૃ બચાવવા દોડ મૂકતાં તેમના પ્રયાસો સફળ થયા હતા અને શેરના ભાવ ઉંચકાયા હતા. જો કે એક સમયે તેમનો હિસ્સો વેચવાની યોજનાઓ પર પણ જોખમ ઉભો થયો હતો. ભારતની સૌથી મોટી ટીવી નેટવર્ક  કંપનીના શેરમાં ભાવમાં દસ ટકા કરતાં પણ વધુનો ઘટાડો થયો હતો.

શુક્રવારે બજાર બંધ થવાના છેલ્લા કલાકોમાં તો શેરના ભાવમાં ૨૫ ટકા કરતાં પણ વધુનો ઘટાડો થયો હતો. વાયર નામની એક વેબસાઇટમાં કંપનીની સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ દ્વારા તપાસ કરાઇ રહી છે તેવા અહેવાલો પછી કંપનીના શેરના ભાવ ગગડી ગયેલા. ચંદ્રાના નેતૃત્વ હેઠળના એસેલ  ગુ્રપે રવિવારે આ આક્ષેપોને નકાર્યા હતા. ગુ્રપે તેના ૯૭ ટકા ધિરનારાઓ સાથે એવી સમજુતી કરી હતી કે શેરના ભાવમાં ઘટાડો થતાં બેંકના લેણામાં તે ક્યારે પણ ડીફોલ્ટર નહીં બને.

મુંબઇમાં ઝી એન્ટરટેઇન્ટમેન્ટ એન્ટરપ્રાઇઝ લિ. ૧૦.૫ લાખ શેરો બપોરે ૧:૪૭ મિનિટે વેચાઇ ગયા હતા જે પાછલા ત્રણ મહિનાની સરેરાશ કરતાં ૧૮ ટકા વધુ હતા. શુક્રવારે તેમણે રોકાણકારોને કહ્યું હતું કે શેરના ભાવમાં આવેલા ઘટાડાથી ચંદ્રાની અર્ધો ભાગ વેચવાની યોજનામાં કોઇ જ ફરક નહીં પડે. ૬૮ વર્ષના ચંદ્રાએ  એ જ સાંજે એક પરિપત્ર જારી કરી માળખાકીય ક્ષેત્રે નબળા રોકાણની સાથે ગુ્રપના વધતા જતાં દેવા માટે ધિરાણકર્તા ઇન્ફ્રાસ્ટ્રકચર લીઝીેંગ એન્ડ ફાઇનાન્શીયલ સર્વિસીસ લિ.ને ગુ્રપના વધતા જતાં દેવા અને નાણાકીય કટોકટી માટે દોષિત માન્યું હતું.

૧૯૯૨માં ઝીની શરૃઆત કરનાર ચંદ્રા નેટફલિક્ષ, એમેઝોન ડોટ કોમ અને સેંકડો સ્થાનિક ચેનલો તરફથી વધતી જતી સ્પર્ધાથી બચવા વ્યુહાત્મક રોકાણકારોને મદદ કરવા અપીલ કરી હતી. શેર બજારમાં થયેલા ધોવાણ થવાથી તેમના વેચવાના પ્રયાસોને ફટકો પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments