- Advertisement -
મોરબી: ટંકારાની ખાનગી શાળામાં ફટાકડા ફોડવા મુદે 5 જેટલા છાત્રોને ઢોર માર મારવાની ઘટનામાં નોંધાયેલી ફરિયાદમાં એટ્રોસીટી કલમ લગાવી હોવાના આક્ષેપ સાથે જિલ્લાની 300 ખાનગી શાળાઓએ બંધ પાળ્યો હતો.
શિક્ષણ ન ખોરંભાય તે માટે પ્રયાસ
સંચાલકો સામે ખોટી ફરિયાદ હોવાની રજૂઆત કરવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ, શાળા અને વાલીઓ સાથે બેઠક કરી સમાધાનકારી વલણ અપનાવી વહેલી તકે શિક્ષણ કાર્ય કરવામાં આવે તે અંગે તપાસ હાથ ધરી હતી.
ટંકારાની 16 શાળા બંધ રહી
મોરબી જીલ્લા ખાનગી શાળા સંચાલકોએ આપેલા બંધના પગલે ટંકારા તાલુકામા આવેલ ૧૬ જેટલી ખાનગી શાળા અચોક્કસ મુદતની હડતાળમા જોડાઇ હતી.