Saturday, September 25, 2021
Homeટાટા નેક્સન ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મેળવનારી પહેલી ભારતીય કાર હતી, હવે...
Array

ટાટા નેક્સન ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મેળવનારી પહેલી ભારતીય કાર હતી, હવે તેમાં હોન્ડાની નવી સીઆરવી સામેલ

અત્યાર સુધી સેફ્ટીના મામલે માત્ર એક જ કાર Tata Nexon ની બોલ-બોલા હતી, પરંતુ હવે હોન્ડાની નવી CR-V એ પણ Euro NCAPમાં 5 સ્ટાર રેટિંગ મેળવીને બધાને શૉક આપ્યો છે. હોન્ડા સીઆરવીને યુરો NCAP ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીમાં 93 ટકા, ચાઇલ્ડ સેફ્ટીમાં 82 ટકા, રોડ સેફ્ટીમાં 70 ટકા અને સેફ્ટી આસિસ્ટમાં 76 ટકા સ્કોર મળ્યો છે.

સેફ્ટી ફીચરથી સજ્જ

હોન્ડા CR-Vના આ મોડલમાં ફ્રન્ટ ડ્રાઇવર અને પેસેન્જર એરબેગ્સ, સાઇડ એરબેગ્સ, લીડ લિમિટર, આઇસોફિક્સ ચાઇલ્ડ રિઅર સીટ, ઓટો ઇમરજન્સી બ્રેકિંગ ટેક્નોલોજી, સ્પીડ આસિસ્ટ અને લેન આસિસ્ટ સિસ્ટમ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, પેસેન્જર એરબેગ કટ-ઓફ સ્વિચ જેવા ફીચર સામેલ છે.
ફ્રન્ટલ ઇમ્પેક્ટ
ક્રેશ ટેસ્ટ દરમિયાન કારની 64 કિમી/કલાકની સ્પીડમાં તેના વજન જેટલા જ સ્ટ્રક્ચર સાથે સીધી ટક્કર કરાવવામાં આવે છે. આ ટેસ્ટ દરમિયાન કારમાં આગળની સીટ પર બે ડમી બેસાડવામાં આવે છે.
સાઇડ ઇમ્પેક્ટ
આ ટેસ્ટમાં એક કાર બીજી કાર સાથે 90 ડિગ્રીના એંગલે ટકરાય છે. ડ્રાઇવર સીટ પર એક ડમી હોય છે, જે 950 કિલોગ્રામની એક ટ્રોલીને ડ્રાઇવર સાઇડથી ટક્કર મારે છે. આ ટ્રોલની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક હોય છે.
પોલ ઇમ્પેક્ટ
આ ટેસ્ટમાં કાર કોઇ થાંભલા કે ઝાડ સાથે અથડાય છે.
પેડેસ્ટ્રિયન
પેડેસ્ટ્રિયન પ્રોટેક્શનમાં કારનું એવી રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે કે, કાર કોઇ પદયાત્રીને અથડાય તો કેટલું નુકસાન પહોંચાડશે.
શું છે ક્રેશ ટેસ્ટ
ક્રેશ ટેસ્ટ એ જાણવાની રીત છે કે, ડ્રાઇવર, પેસેન્જર અને પદયાત્રીઓ માટે તે કેટલી સેફ છે? સામાન્ય રીતે આ પ્રકારના ટેસ્ટ પેસેન્જર કાર અને SUV પર થાય છે. અલગ-અલગ એંગલના ટેસ્ટ ક્રેશ લેબમાં કરવામાં આવે છે, જેથી ટક્કરના આંકડા રેકોર્ડ કરી શકાય. શરૂઆતમાં ઘણી કંપનીઓ આવા ટેસ્ટને સ્વીકારતી ન હતી, પરંતુ હાલમાં વિશ્વભરમાં આ રેટિંગને સત્તાવાર ગણવામાં આવે છે.
આજે પણ આપણામાં દેશમાં એવી કાર્સ અવેલેબલ છે, જે NCAP ટેસ્ટમાં 0થી 1 સ્ટારનું રેટિંગ ધરાવે છે. ભારતીયો કાર ખરીદતી વખતે સામાન્ય રીતે કિંમત અને માઇલેજને મહત્વ આપે છે, સેફ્ટી પર ધ્યાન નથી આપતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments