Tuesday, December 7, 2021
Homeટાટા નેનોનું સપનું તૂટ્યું, ખુશીઓની ચાવી ખોવાઈ, 2020થી પ્રૉડક્શન બંધ થઈ શકે...
Array

ટાટા નેનોનું સપનું તૂટ્યું, ખુશીઓની ચાવી ખોવાઈ, 2020થી પ્રૉડક્શન બંધ થઈ શકે છે

હૈદરાબાદ: ટાટા મોટર્સ એપ્રિલ 2020થી નેનો કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી શકે છે. રતન ટાટાની આ ડ્રીમ કારને બીએસ-6ના હિસાબે અપગ્રેડ કરવાની કંપનીની કોઈ યોજના નથી. ટાટા મોટર્સના પ્રેસિડન્ટ મયંક પારીકે કહ્યું કે જાન્યુઆરીથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. એપ્રિલમાં વધુ નિયમો આવશે. એપ્રિલ 2020થી બીએસ-6 માપદંડ પણ લાગુ થશે. તમામ ઉત્પાદનોને આ હિસાબે અપગ્રેડ કરી શકાય તેમ નથી. રતન ટાટાએ નેનોને દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરનારા લોકોને ધ્યાનમાં રાખીને રજૂ કરી હતી. પરંતુ ભારતીય બજારમાં તેને સારો પ્રતિસાદ મળ્યો નહતો. 2009માં રૂપિયા 1 લાખની કિંમતે આ કાર લોન્ચ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments