ટાટા સ્કાય : કંપનીને 25 ચેનલ પેકની કિંમતમાં સુધારો કર્યો, હવે ગ્રાહકોને ઓછી કિંમતમાં વધારે ચેનલ મળશે

0
56

ગેજેટ ડેસ્ક: ટાટા સ્કાય કંપનીએ 25 રીજનલ પેકની કિંમતમાં સુધારો કર્યો છે. આ પેકમાં કન્નડ, મલયાલમ, તમિળ, ગુજરાતી, તેલુગુ અને હિન્દી ભાષા સામેલ છે. કંપનીએ આ બધા પેકની કિંમતમાં ઘટાડો કર્યો છે, સાથે એક પેકમાં મળતી ચેનલોની સંખ્યા પણ વધારી દીધી છે. તેમાં સૌથી સસ્તું પેક 8.49 રૂપિયા અને મોંઘુ પેક 449.87 રૂપિયાનું છે.

જો કે, કિંમતમાં સુધારા કર્યા બાદ ગુજરાતી રીજનલ પેક પહેલાં કરતાં થોડું મોંઘુ થઈ ગયું છે. પહેલાં આ પેકની કિંમત 7 રૂપિયા હતી જે હવે 8.49 રૂપિયામાં મળશે. આ ઉપરાંત ગુજરાતી રીજનલ પેકમાં ચેનલની સંખ્યા 4થી વધીને 5 થઈ ગઈ છે.

ટાટા સ્કાય પેક નવી કિંમત
ગુજરાતી રીજનલ 8.49 રૂપિયા
તમિળ ફેમિલી સ્પોર્ટ્સ 254.27 રૂપિયા
તેલુગુ ફેમિલી સ્પોર્ટ્સ 282.02 રૂપિયા
કન્નડ ફેમિલી સ્પોર્ટ્સ 259.30 રૂપિયા
તેલુગુ ફેમિલી સ્પોર્ટ્સ HD 434.24 રૂપિયા
કન્નડ ફેમિલી સ્પોર્ટ્સ HD 401.49 રૂપિયા
મલયાલમ ફેમિલી સ્પોર્ટ્સ HD 315.65 રૂપિયા
તમિળ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ 269.91 રૂપિયા
તેલુગુ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ 297.65 રૂપિયા
કન્નડ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ 274.94 રૂપિયા
તમિળ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ HD 439.83 રૂપિયા
તેલુગુ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ HD 449.87 રૂપિયા
કન્નડ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ HD 417.13 રૂપિયા
મલયાલમ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ HD 331.28 રૂપિયા
તમિળ પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇંગ્લિશ 444.96 રૂપિયા
તેલુગુ પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇંગ્લિશ 443.20 રૂપિયા
તમિળ તેલુગુ બેઝિક 237.75 રૂપિયા
તમિળ કન્નડ બેઝિક 230.50 રૂપિયા
તમિળ મલયાલમ બેઝિક 184.18 રૂપિયા
તેલુગુ કન્નડ મેજિક 235.82 રૂપિયા
કન્નડ મલયાલમ બેઝિક HD 311.34 રૂપિયા
તમિળ રીજનલ HD 161.76 રૂપિયા
હિન્દી સ્ટાર્ટર 96.99 રૂપિયા
હિન્દી સ્ટાર્ટર HD 109.38 રૂપિયા
કન્નડ સ્માર્ટ 96.00 રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here