Tuesday, October 26, 2021
Homeટામેટાંના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયે પહોંચશે, છૂટકમાં ભાવ 60એ પહોંચ્યા, આ...
Array

ટામેટાંના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયે પહોંચશે, છૂટકમાં ભાવ 60એ પહોંચ્યા, આ છે કારણો

બટાટાં અને ડુંગળીના ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી ત્યાં ટામેટાંના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા પહોંચે તેવી સંભાવના છે. ભાદરવામાં તાપ પડતાં પાકને અસર થયા બાદ હાલમાં બજારમાં પાક નથી ત્યારે બીજા રાજ્યોમાંથી આવતા ટામેટાં ઊંચા ભાવે વેચાણ થઈ રહ્યાં છે. ટામેટાંના ઉત્પાદનમાં વધારો છતાં આ વર્ષે ભાવ ઊંચકાય તેવી સંભાવના છે. ટામેટાંના ઉત્પાદનની પિકસિઝન પૂર્ણ થવા આવી હોવાથી હવે ભાવ વધશે. બજારમાં માગ વચ્ચે ઉત્પાદન ઓછું હોવાથી ભાવ ઊંચકાઈ રહ્યાં છે. વાવેતર પણ ઓછું હોવાથી વેપારીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે.

ટામેટા પ્રતિ કિલો રૂ.૬૦ના ભાવે વેચાઈ રહ્યા છે

બજારના નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં રિટેલ માર્કેટ ખાતે ટામેટાંના ભાવ પ્રતિ કિલો રૂ.૧૦૦ના ભાવે પહોંચી શકે છે. અત્યારે ટામેટા પ્રતિ કિલો રૂ. ૬૦ના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે થોડાક સમય અગાઉ ટામેટાંના ભાવ પ્રતિ કિલો રૂ. રપથી ૩૦ની વચ્ચે વેચાતા હતાં. નોંધનીય છે કે, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દુકાળને કારણે ટામેટાંની અછત સર્જાઈ છે. બીજી બાજુ સારું વળતર નહિ મળવાને કારણે ખેડૂતોએ ટામેટાંનું વાવતેર ઓછું કરી દીધું છે. ઠંડીનો માહોલ હોવાને કારણે ટામેટાંની અછત સર્જાઈ છે આ ઉપરાંત અન્ય પાકના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અત્યારની માગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને નજીકના ગાળામાં ટામેટાંના ભાવ પ્રતિ કિલો રૂ.૧૦૦ થવાની શક્યતા બજારમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments