ટિકટોક બનાવતી મહિલાને કૂતરૂં કરડ્યું તો સારવાર કરતો પણ વીડિયો વાઈરલ કર્યો

0
5
બે સંતાનોની માતા ટિકટોક સ્ટારને કૂતરૂં કરડ્યાનો વીડિયો વાઈરલ
બે સંતાનોની માતા ટિકટોક સ્ટારને કૂતરૂં કરડ્યાનો વીડિયો વાઈરલ
  • બે સંતાનોની માતા ટિકટોક સ્ટારને કૂતરૂં કરડ્યાનો વીડિયો વાઈરલ
  • નવા કેબલ સ્ટેઈડ બ્રિજ પર સાડીમાં વીડિયો બનાવી ફેમસ થયેલી

સુરત: પાલમાં રહેતી એક મહિલાનો રમુજી વીડિયો વાયરલ થયો હતો જેમાં બે સંતાનોની માતા ટિકટોક પર વીડિયો બનાવી રહી છે. ‘ટચ મી ટચ મી ટચ મી ‘ સોન્ગ પર ડાન્સ કરી રહી છે. જોકે વીડિયો બનાવતી વેળાએ એક કૂતરું પાછળથી મહિલાને બચકું ભરીને જતું રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.મહિલાએ સારવાર લેતી વખતનો વીડિયો પણ ટિકટોક પર વાઈરલ કર્યો હતો.

કેબલ સ્ટેઈડ બ્રિજના વીડિયોથી ચર્ચામાં આવી
ટિકટોક સ્ટાર પ્રિયા ગોલાનીએ કૂતરું કરડ્યું અને ત્યારબાદની સારવાર લેતા વીડિયો પણ ટિકટોકમાં મુક્યા છે. જેમાં મહિલા પોતાને કૂતરું કરડયું છે એ જગ્યાએ શરીર પર પડેલો ઘાવ બતાવી રહી છે.ઉલ્લેખનીય છે કે પાલની આ મહિલા અગાઉ પણ કેબલ સ્ટેઇડ બ્રિજ પર સાડીમાં હિન્દી ફિલ્મો પર ડાન્સ કરી વીડિયો બનાવ્યા બાદ ટિકટોક પર મૂકી વાયરલ થઈ ચૂકી છે.હાલ પ્રિયાના ટિકટોક પર 1.4 મિલિયન ફોલોઅર્સ અને 24.5 મિલિયન લાઈક છે.
છે

પાંચ ઈન્જેક્શન લગાવવા પડ્યા
અડાજણ ખાતે આવેલ ગ્રીન સીટી ખાતે રહેતી પ્રિયાના પતિએ જણાવ્યું હતું કે, કૂતરું કરડ્યાં બાદ અમે સારવાર માટે હોસ્પિટલ ગયાં હતાં. પાંચેક ઈન્જેક્શન લેવા પડે તેમ છે. કોરોના હોવાથી બહાર વીડિયો નથી બનાવતી પ્રિયા ઘરના પાર્કિગમાં જ વીડિયો બનાવી રહી હતી ત્યારે કૂતરૂં કરડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here