ટીક ટોકથી મોતનો પ્રથમ બનાવ : વીડિયો બનાવતાં સમયે છૂટેલી ગોળી કાળ બની ગઈ

0
33

તાજેતરના દિવસોમાં ટિક ટોક એપ સમાચારમાં છે. જ્યારે આ એપ ઘણી વિવાદાસ્પદ કારણોસર ચર્ચામાં રહી છે. ત્યારે દિલ્હીમાં શનિવારની રાત્રે ત્રણ મિત્રો ઈન્ડીયા ગેટની મુલાકાત લેવા ગયા હતા. જેમનું નામ સલમાન, સોહેલ અને આમિર હતા. તેઓ ઈન્ડીયા ગેટની મુલાકાત કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછા ફરતી વખતે સલમાન કાર ડ્રાઈવ કરી રહ્યો હતો.

ત્યારે તેની બાજુની સીટમાં સોહેલ હતો અને પાછળની સીટમાં આમીર બેઠો હતો. તે દરમ્યાન સલમાન અને તેના મિત્રો ટિક-ટોક વિડીયો બનાવી રહ્યા હતા. ત્યારે સોહેલે પિસ્તોલ નિકાળી અને આમિર વિડીયો બનાવી રહ્યો હતો. તે દરમ્યાન સોહલે વિડીયો બનાવવા માટે સલમાનની સામે પિસ્તોલ તાંકી અને અચાનક પિસ્તોલમાંથી ફાયર થયું જ્યારે આ સમગ્ર ઘટના બારાખંભામાં થઈ હતી.

સુત્રોનાં જણાવ્યા મુજબ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર મધુર વર્માએ કહ્યું હતું કે અમે આઈપીસીની સંબંધિત ધારાઓ સાથે હત્યાના કેસની નોંધણી કરી છે. અને અમે કારની અંદર જે થયું તેની તપાસ કરી રહ્યા છીએ. જેમાં રાત્રે 9 વાગ્યે તે તેના મિત્રો સાથે ગયો અને રાત્રે 11.30 વાગ્યે, પોલીસને જાણકારી મળી હતી કે સલમાનની હત્યા થઈ છે. ત્યારે તેના મિત્રોએ તેની સંભાળ લેવી જોઈએ, પરંતુ તેના મિત્રોએજ તેની હત્યા કરી નાખી.

પોલીસે કહ્યું કે સલમાનના મિત્રો તેને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ત્યાંથી નિકળી ગયા હતા. તે પછી, પોલીસે સલમાનના પરિવારનો સંપર્ક કર્યો જ્યાં તેમને જાણ્યું કે ત્રણ મિત્રો એક સાથે ગયા હતા. આ પછી પોલીસે તેમને ટ્રેક કરીને ધરપકડ કરી હતી. અને પોલીસે કારને જપ્ત કરીને બારાખંભા પોલીસ સ્ટેશને રાખી છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ સલમાનને ગોળી વાગ્યા પછી બન્ને દોસ્તો ડરી ગયા હતા. ત્યારે સોહેલ સલમાનને દરિયાગંજ વિસ્તરમાં તેના એક સંબધીને ત્યાં લઈ ગયા અને ખૂનથી લથપથ તેનાં કપડા બદલ્યા હતા. ત્યારબાદ તેનાં સગા સાથે સલમાનને નજીકની હોસ્પિટલ લઈ ગયા ત્યાં ફરજ પર હાજર ડોકટરોએ સલમાનને મૃત જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here