Tuesday, September 21, 2021
Homeટીમમાં ધોની જરૂરી, પરંતુ એક વર્ષથી ધીમુ રમે છે 75 સ્ટ્રાઇક રેટ
Array

ટીમમાં ધોની જરૂરી, પરંતુ એક વર્ષથી ધીમુ રમે છે 75 સ્ટ્રાઇક રેટ

સ્પોર્ટ્સ ડેસ્ક. વર્ષ 2018 ધોની માટે સારું ન રહ્યું. તેણે 1 જાન્યુઆરી 2018થી અત્યાર સુધી 29 મેચ રમી. તેનો સ્ટ્રાઇક રેટ 74.96નો રહ્યો. તેમાંથી 20 મેચ તે ગત વર્ષે રમ્યો. જેમાં તેની સરેરાશ માત્ર 25 હતી. ચિંતાની વાત એ છે કે ગત વર્ષે તેણે એક પણ અડધી સદી  ફટકારી નથી.

છેલ્લા એક વર્ષથી ધોની પરેશાન છે

સ્ટ્રાઇક રેટ 100નો પણ નથી
ધોનીએ 1 જાન્યુઆરી 2018થી અત્યાર સુધી 29 મેચ રમી. તેનો સ્ટ્રાઇક રેટ 74.96નો છે. એેટલે તે 50 ઓવરની મેચમાં આ જ સ્પીડથી રમે તો 225 રન જ બનાવી શકે. જ્યારે ઇંગ્લેન્ડમાં વિશ્વકપ યોજાવાનો છે અને અહીં છેલ્લા વર્લ્ડ કપથી લઇને અત્યાર સુધી એક ઇનિંગમાં સરેરાશ 298 રન બન્યા છે. આ આંકડો વધુ ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે તે વન -ડેમાં નંબર 5 કે 6 પર રમે છે. જ્યાં ઝડપી રન બનાવવાના હોય છે.
ફિનિશર છે, છતાં છક્કા માર્યા નથી
મહેન્દ્રસિંહ ધોની ટીમમાં કાયમ સારા ફિનિશરની ભૂમિકામાં રહ્યો છે, પરંતુ તેણે છેલ્લા એક વર્ષમાં (1 જાન્યુઆરીથી અત્યાર સુધી) માત્ર 8 છક્કા માર્યા છે. દરમિયાન તેણે માત્ર 4 અડધી સદી કરી છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 87 રન હતો.
બે ટીમો સામે 40થી વધુની સરેરાશ છે
વિશ્વકપમાં દિગ્ગજ ટીમો સામે લડવાનું છે. ગત એક વર્ષમાં ધોનીની સરેરાશ માત્ર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે જ 40થી વધુની રહી. જ્યારે અન્ય ટીમો સામે ઓછી રહી. મુખ્ય ટીમોમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેની સરેરાશ 39.50, વિન્ડીઝ સામે 16.66 અને દ.આફ્રિકા સામે 16.77 છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments