Thursday, September 23, 2021
Homeટીવીએસ અપાચે RTR સીરિઝને કંપનીએ ABS સાથે અપડેટ કરી લોન્ચ કરી
Array

ટીવીએસ અપાચે RTR સીરિઝને કંપનીએ ABS સાથે અપડેટ કરી લોન્ચ કરી

ઓટો ડેસ્ક. ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ ઉત્પાદક કંપની TVS મોટર્સે આજે જાહેરાત કરી હતી કે, સંપૂર્ણ TVS અપાચે RTR સીરિઝ હવે ABS સાથે અપડેટ કરી છે. અપાચે RTR 160 2V, અપાચે સુપર RTR 160 4V અને અપાચે RTR 180 માટે સુપર મોટો ABS રાઇડરને સલામતી પુરી પાડે છે. TVS અપાચે RTR સીરિઝનાં મોટરસાઇકલ પર ABS યુનિટ રેસિંગ ટ્રેકમાંથી પ્રાપ્ત અલ્ગોરિધમ સાથે વિકસાવ્યું છે. આ રાઇડરને કોઈ પણ સ્પીડ ગુમાવ્યાં વિના ઝડપી લાઇન શોધવા સક્ષમ બનાવે છે.

અપાચેની સંપૂર્ણ રેન્જમાં ABSનું અમલીકરણ

અપાચે RTR 200 4V રેસ એડિશન 2.0 ડ્યુઅલ-ચેનલ ABS અને RLP (રિઅર વ્હીલ લિફ્ટ-ઓફ પ્રોટેક્શન) સાથે ઉપલબ્ધ થશે. જે વ્હીલ લોક થવાની ઝડપથી જાણકારી અને રિકવરી ઓફર કરે છે. જે વળાંક પર મહત્તમ નિયંત્રણ શક્ય બનાવે છે. સંપૂર્ણ રેન્જમાં ABSનાં અમલીકરણ સાથે TVS અપાચે RTR સીરિઝ લેટ બ્રેકિંગનું મેનેજમેન્ટ કરવા અને વળાંકોની આસપાસ શાર્પ કન્ટ્રોલ સાથે વધારે સારી રીતે સજ્જ છે.

TVS મોટર કંપનીનાં ડાયરેક્ટર અને સીઇઓ કે એન રાધાક્રિષ્નને કહ્યું હતું કે, “શરૂઆતથી TVS અપાચે સીરિઝ તેમનાં ફેક્ટરી રેસિંગ વર્ઝનમાંથી અત્યાધુનિક ટેકનોલોજી પ્રસ્તુત કરીને અભૂતપૂર્વ બાઇક પર્ફોર્મન્સ ધરાવે છે. વર્ષ 2011માં અમે ભારતીય ટૂ વ્હીલર ઉદ્યોગમાં અપાચે RTR 180 પર ટ્વિન ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) પ્રસ્તુત કરનાર પ્રથમ ઉત્પાદક હતાં.”

વધુમાં તેમણે કહ્યું કે, આ પરંપરા જાળવીને આજે અમને RTR 160; RTR 160 4V અને RTR 180 વર્ઝનમાં સુપરમોટો ABSને સામેલ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ એક પ્રકારની રેસિંગ ટ્યુન ABS ટેકનોલોજી છે, જે આપણાં ઉપભોક્તાઓને આધુનિક સલામત ટેકનોલોજી સાથે મહત્તમ ડાયનેમિક પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરે છે. મોટરસાયકલોનું બજારમાં વેચાણ થઈ રહ્યું છે, જે ભારત સરકારે નિયમનકારી જરૂરિયાતો પૂર્ણ કરવાની ખાતરી કરે છે.”
કંપનીએ નવી ખાસિયતો સાથે TVS અપાચે RTR 160 2V (ABS) લોંચ કરવાની જાહેરાત પણ કરી હતી. નવું મોડલ સંપૂર્ણપણે નવા, ડાયલ-આર્ટ સાથે બેક-લિટ સ્પીડમોટર, નવી સીટો તથા શ્રેષ્ઠ સ્થિરતા અને સચોટતા માટે નવા હેન્ડલ-બાર એન્ડ ડેમ્પનર્સ સાથે સજ્જ છે. આ નવું મોડલ નવા TVS રેસિંગ પ્રેરિત ગ્રાફિક્સ ધરાવશે, જે એની આકર્ષકતા વધારશે.

  • ABS સાથે TVS અપાચે RTRની સંપૂર્ણ સીરિઝ ભારતમાં TVS મોટર કંપનીનાં તમામ શોરૂમમાં
  • ઉપલબ્ધ છે.
  • કિંમત (એક્સ-શોરૂમ દિલ્હી)
  • ABS સાથે TVS અપાચે RTR 160 ફ્રન્ટ ડિસ્ક (ડ્રમ) – રૂ. 85,510
  • ABS સાથે TVS અપાચે RTR 180 – રૂ. 90,978
  • ABS સાથે TVS અપાચે RTR 160 4V (ડ્રમ) – રૂ. 89,785
  • ABS સાથે TVS અપાચે RTR 200 (કાર્બ) – રૂ. 1, 11,280
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments