ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પ્રેમી વિકી જૈન સાથે લગ્ન કરે તેવી શક્યતા, આઠ BHKનો ફ્લેટ ખરીદ્યો

0
103

મુંબઈઃ આ વર્ષે ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘મણીકર્ણિકા’માં ઝલકારીબાઈનાં રોલને કારણે ચર્ચામાં આવી હતી. અંકિતા ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’ને કારણે ઘેર-ઘેર જાણીતી છે. આ શો પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે, હવે, અંકિતા પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવી છે. સૂત્રોના મતે, અંકિતાનાં સંબંધો બિઝનેસમેન વિકી જૈન સાથે છે અને બંનેએ હાલમાં જ મુંબઈમાં ઘર ખરીદ્યું છે.

આ વર્ષના અંતે કે આવતા વર્ષે લગ્ન કરી શકે છે
સૂત્રોના મતે, અંકિતા તથા વિકી જૈન આ વર્ષના અંતે અથવા આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. આથી તેમણે મુંબઈમાં આઠ BHKનું એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે. લગ્ન બાદ તેઓ તરત જ અહીંયા રહેવા આવશે. હાલમાં ઈન્ટીરિયરનું કામકાજ ચાલી રહ્યું છે. બંનેના પરિવાર પણ આ સંબંધથી ઘણાં જ ખુશ છે. થોડાં સમય પહેલાં અંકિતા પ્રેમી વિકીને કિસ કરતી હોય તે વીડિયો વાયરલ થયો હતો. વિકી જૈન બિલાસપુરનો છે અને એક બિઝનેસમેન છે. બંનેની મુલાકાત કોમનફ્રેન્ડની મદદથી થઈ હતી.

અંકિતાએ વિકી જૈન સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો
એક ઈન્ટરવ્યૂમાં અંકિતાએ વિકી જૈન સાથેના સંબંધોનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે વિકી ઘણો જ સારો વ્યક્તિ છે.

અંકિતાના આ પહેલાં સુશાંત સાથે સંબંધો હતાં
વિકી જૈન પહેલાં અંકિતાના સંબંધો બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે હતાં. સુશાંત તથા અંકિતાએ ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’માં સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે છ વર્ષ સુધી સંબંધો રહ્યાં હતાં અને બંને લીવ-ઈનમાં પણ રહેતાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here