ટીવી શો ‘સીઆઈડી’ની ટીમ બ્રાન્ડ ન્યૂ શોમાં સાથે જોવા મળશે

0
99

મુંબઈઃ આઈકોનિક ટીવી શો ‘CID’ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઓફ-એર થયો હતો. જોકે, હવે આ શોની ટીમ એક નવા શોમાં સાથે જોવા મળી શકે છે.

પોલીસ પર આધારિત શો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ટીવી શો ‘CID’ના કેટલાંક કલાકારો એક નવા શોમાં સાથે કામ કરશે. નવો શો પોલીસ પર આધારિત હશે અને તેમાં કેટલીક પર્સનલ સ્ટોરી પણ હશે. આ શોમાં દયાનંદ શેટ્ટી (ઈન્સ્પેક્ટર દયા), આદિત્ય શ્રીવાસ્તવ (ઈન્સ્પેક્ટર અભિજીત) તથા અંશા સૈયદ (ઈન્સ્પેક્ટર પૂર્વી) જોવા મળશે.

નવી સિઝનની વાત કરી હતી
2018માં શોના પ્રોડ્યૂસર્સે જાહેરાત કરી હતી કે 28 ઓક્ટોબરથી ‘CID’ નાનો બ્રેક લેશે અને નવા કેસ સાથે નવી સિઝન લઈને આવશે. ચેનલે કહ્યું હતું કે 20 વર્ષ પૂરા કર્યાં બાદ ‘CID’ સોની ચેનલ પર સૌથી લાંબો ચાલતો શો છે. આ શો 28 ઓક્ટોબરથી બ્રેક લેશે અને થોડાં સમય બાદ પરત આવશે. શોનો લાસ્ટ એપિસોડ 27 ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થયો હતો.

1997માં શરૂ થયો હતો
‘CID’ 21 જાન્યુઆરી, 1997માં સોની ટીવી પર શરૂ થયો હતો. શોમાં એસીપી પ્રદ્યુમનનો રોલ શિવાજી સાટમ, ઈન્સ્પેક્ટર અભિજીતનો રોલ આદિત્ય શ્રીવાસ્તવ, દયાનંદ શેટ્ટી ઈન્સ્પેક્ટર દયાનો રોલ કરતાં હતાં. આ શોએ એપ્રિલ, 2018માં 21 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. આ શો મુંબઈમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) માટે કામ કરતી ડિટેક્ટિવ ટીમ પર આધારિત હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here