Tuesday, September 21, 2021
Homeટી સિરીઝે 'તાનાજી', 'પતિ પત્ની ઔર વો', 'પાગલપંતી' અને 'ભુજ:ધ પ્રાઇડ ઓફ...
Array

ટી સિરીઝે ‘તાનાજી’, ‘પતિ પત્ની ઔર વો’, ‘પાગલપંતી’ અને ‘ભુજ:ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ની નવી રિલીઝ ડેટ જાહેર કરી

બોલિવૂડ ડેસ્ક: ટી સિરીઝે પોતાના બેનર હેઠળ બનેલી 4 ફિલ્મોની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. જેમાં મલ્ટિસ્ટારર ફિલ્મ ‘પાગલપંતી’, ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’, ‘પતિ પત્ની ઔર વો’ અને ‘ભુજ:ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મ સામેલ છે.

ડિરેક્ટર અનીસ બઝમીની જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, ક્રિતી ખરબંદા અને અર્શદ વારસી સ્ટારર કોમેડી ફિલ્મ ‘પાગલપંતી’ 22 નવેમ્બરે રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મની રિલીઝ ડેટ 6 ડિસેમ્બર જાહેર કરાઈ હતી. હાલ ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે.

‘પતિ, પત્ની ઔર વો’ની રિમેક 6 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનાયા પાંડે છે. ઓરિજિનલ ફિલ્મમાં સંજીવ કપૂર, વિદ્યા સિન્હા અને રણજિત કૌર લીડ રોલમાં હતા.

અજય દેવગણ સ્ટારર પિરિયડ ડ્રામા ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ 10 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે. આ ફિલ્મને ઓમ રાઉત ડિરેક્ટ કરી રહ્યા છે.

‘ભુજ:ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મ 14 ઓગસ્ટ,2020ના રિલીઝ થશે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અજય દેવગણ, પરિણીતી ચોપરા, સંજય દત્ત, રાણા દગ્ગુબાતી, સોનાક્ષી સિન્હા અને એમી વિર્ક છે. આ સ્ટોરી 1971ના ઈન્ડો-પાક યુદ્ધની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments