Tuesday, October 26, 2021
Homeટી-સિરીઝ કંપનીના માલિક ભૂષણ કુમાર વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ દાખલ
Array

ટી-સિરીઝ કંપનીના માલિક ભૂષણ કુમાર વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ દાખલ

મુંબઈ: થોડા સમય પહેલાં #MeToo અભિયાન અંર્તગત ઘણાં લોકોના નામ સામે આવ્યા હતા અને તેમાં એક નામ ભૂષણ કુમારનું પણ હતુ. પરંતુ તે સમયે ભૂષણ કુમારે તેમના પર લગાવવામાં આવેલા દરેક આરોપો નકારી દીધા હતા. પરંતુ હવે ભૂષણ કુમાર સામે લેખિતમાં યૌન શોષણની ફરિયાદ નોંધાઈ છે.

મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભૂષણ કુમાર સામે યૌન શોષણની લેખિતમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ તેમની જ કંપનીમાં કામ કરતી મહિલાએ નોંધાવી છે. મહિલાએ ભૂષણ પર ઘણાં ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપોના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે, ટી-સિરીઝના પ્રમુખ ભૂષણ કુમાર પર ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ટ્વિટર પર એક અજાણી મહિલાએ આરોપ લગાવ્યા હતા. મહિલાએ ટ્વિટ કર્યું હતું કે, કુમારે તેમના પ્રોડક્શન હાઉસમાં ત્રણ ફિલ્મોના ગીત ગાવાના બદલામાં શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments