Saturday, September 25, 2021
Homeટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ફરી એક વાર ફેવરિટ તરીકે શરૂઆત કરશે
Array

ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ફરી એક વાર ફેવરિટ તરીકે શરૂઆત કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક: IPLના ઇતિહાસમાં કોઈ ટીમ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવામાં સફળ રહી હોય તો તે એમએસ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઇ સુપરકિંગ્સ છે. ચેન્નાઇની ટીમ દરેક સિઝનમાં પ્લે-ઓફ સુધી પહોંચી છે. તે IPLમાં 7 વાર ફાઇનલિસ્ટ રહી ચૂકી છે અને 3 વાર ચેમ્પિયન બની છે. ગત સિઝનમાં 2 વર્ષ પછી કમબેક કરી વિજેતા બનેલી ચેન્નાઇની ટીમ ફરી એક વાર ટુર્નામેન્ટમાં ફેવરિટ તરીકે શરૂઆત કરશે.

કોર ગ્રુપ અને કન્સીસ્ટન્સી

ગયા વર્ષે ચેન્નાઈની ટીમ લીગની 14માંથી 9 મેચ જીતી હતી. તેઓ 5 મેચ હાર્યા હતા, પરંતુ એક પણ વાર સતત 2 મેચમાં હારનો સામનો નહતો કર્યો. એમએસ ધોની, સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાને રિટેન કરીને પોતાનું ગ્રુપ જાળવ્યા પછી રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા તેમણે ડ્વેન બ્રાવોને ખરીદ્યો હતો. તેમણે અંબાતી રાયુડુ અને શેન વોટ્સનને પણ ખરીદ્યા હતા જે ગઈ સિઝનમાં નિર્ણાયક પુરવાર થયા હતા.

ઓલરાઉન્ડર્સ ટીમનું સંતુલન મજબૂત બનાવે છે

ચેન્નાઇની ટીમમાં ઘણા બધા ઓલરાઉન્ડર છે. કેદાર જાધવની હાજરીથી તેઓ બહુ ડીપ બેટિંગ કરે છે. જાધવ ગયા વર્ષે એક જ મેચ રમ્યો હતો. તેની સાથે ટીમમાં ડ્વેન બ્રાવો, મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા અને શેન વોટ્સન છે. આમ ચેન્નાઇ પાસે બોલિંગમાં પણ અનેક વિકલ્પો છે.

ડેથ ઓવર્સ – ચિંતાનું કારણ

ગયા વર્ષે ચેન્નાઇ માટે મિનિમમ ત્રણ મેચ રમનાર ખેલાડીઓમાં સૌથી ખરાબ ઈકોનોમી ડ્વેન બ્રાવોની હતી. બ્રાવોએ 9.96ની ઈકોનોમીથી રન આપ્યા હતા. ચેન્નાઇએ દિપક ચહરની ઓવર્સ પાવરપ્લેમાં નખાવી હતી. જયારે શાર્દુલ ઠાકુરે પણ 9.24ની ઈકોનોમીથી રન આપ્યા હતા. સુપરકિંગ્સે આ વર્ષના ઓક્શનમાં મોહિત શર્માને ડેથ ઓવર્સની સમસ્યાનો ઉકેલ લાવવા ખરીદ્યો હતો. કેપ્ટ્ન ધોની અને કોચ સ્ટિફન ફ્લેમિંગ ડેથ ઓવર્સનું હોમવર્ક કરીને જ મેદાને ઉતરશે.

ટીમ: એમએસ ધોની (કેપ્ટ્ન અને વિકેટકીપર), ઇમરાન તાહિર, ઋતુરાજ ગાયકવાડ, સેમ બિલિંગ, ડેવિડ વિલી, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, નારાયણ જગદીશન, સુરેશ રૈના, કેએમ આસિફ, શાર્દુલ ઠાકુર, ધ્રુવ શોરે, મોહિત શર્મા, ફેફ ડુ પ્લેસીસ, મોનુ કુમાર, ડવેન બ્રાવો, ચેતન્ય બિષ્નોઈ, કર્ણ શર્મા, લૂંગી ગીડી, શેન વોટ્સન, અંબાતી રાયુડુ, હરભજનસિંહ, કેદાર જાધવ અને મિચેલ સેન્ટનર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments