Tuesday, December 7, 2021
Homeટેકસ ન ચૂકવવા બદલ આરા રેલવે સ્ટેશનની હરાજી થઈ શકે છે, કોર્પોરેશને...
Array

ટેકસ ન ચૂકવવા બદલ આરા રેલવે સ્ટેશનની હરાજી થઈ શકે છે, કોર્પોરેશને 15 દિવસનો સમય આપ્યો

આરા(બિહાર): આરા મ્યુનિસિપાલિટી અહીંના રેલવે સ્ટેશનની હરાજી કરી શકે છે. રેલવેએ 32 લાખ રૂપિયાથી વધુનો સર્વિસ ટેકસ ચૂકવ્યો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ચૂકવવાની નીકળતી રકમ 15 દિવસની અંદર ચૂકવવામાં આવી નથી તો સંપતિની હરાજી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, આરા જંક્શન પર 32 લાખ 35 હજાર 173 રૂપિયાનું દેવું છે. કોર્પોરેશન તેની ચૂકવણી માટે ઘણીવાર નોટીસ મોકલી ચૂક્યું છે. રેલવેએ 1996થી સર્વિસ ટેકસ ચૂકવ્યો નથી. અત્યાર સુધીમાં 53 હજાર 193 રૂપિયાની સર્વિસ આપવાની હતી. રેલવેને કોર્પોરેશન અત્યાર સુધીમાં 8 રિમાઈન્ડર મોકલી ચૂકી છે.

રેલવેએ કહ્યું- જયારે સુવિધાઓ અમારી છે તો ટેકસ કેવો ?

દાનાપુર રેલવે મંડળના પીઆરઓ સંજય કુમાર પ્રસાદે કહ્યું કે જમીન, પાણી, બાથરૂમ, રસ્તા તમામ રેલવેનું છે. એવામાં કોર્પોરેશન ટેકસની વાત કેમ કરી રહ્યું છે ? આ અંગે અમને અત્યાર સુધીમાં નોટીસ મળી નથી. કોર્પોરેશને માર્ચ 1978માં રેલવે પર વાર્ષિક 53,193 રૂપિયાનો સર્વિસ ટેક્સ નક્કી કર્યો હતો. ત્યારથી રેલવે આ જ સર્વિસ ચાર્જ ચુકવતુ આવ્યું છે. વચ્ચે-વચ્ચે કોર્પોરેશને સર્વિસ ચાર્જ વધારવાની કવાયત કરી. જોકે રેલવેના વિરોધના કારણે સફળતા ન મળી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments