ટેક્નોલોજી : તમારો મોબાઇલ હેક થયો છે કે નહીં તે આ રીતે જાણો

0
46

મોબાઇલમાં લોકો મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને બેંક એકાઉન્ટ નંબર જેવી માહિતી સ્ટોર કરે છે. આજે મોબાઇલ હેક થઈ જવાનો ખતરો વધ્યો છે. મોબાઇલ હેક થયો હોય તો પણ મોટાભાગના લોકોને તે વિશે પણ ખબર હોતી નથી. જોકે પાંચ બાબતો એવી છે જેના દ્વારા તમે જાણી શકો છો કે કોઈએ તમારો મોબાઇલ હેક કરવાનો પ્રયાસ કર્યો છે. જો તમારા મોબાઇલની કોઇ કારણ વિના અચાનક ઝડપથી ઉતરવા લાગે તો તમારા ડિવાઇસમાં વાયરસ અથવા સ્પાય એપ ઇન્સ્ટોલ હોઇ શકે છે.

  • મોબાઇલમાં લોકો મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને બેંક એકાઉન્ટ નંબર જેવી માહિતી સ્ટોર કરે છે
  • મોબાઇલ હેક થયો હોય તો પણ મોટાભાગના લોકોને તે વિશે પણ ખબર હોતી નથી

જો મેસેજ શંકાસ્પદ લાગે તો ઓપન કરશો નહીં

આવી એપ બેકગ્રાઉન્ડમાં સતત ચાલતી રહે છે અને તમારો ડેટા કોઇ ચોક્કસ સર્વરમાં મોકલતી રહે છે. જેના કારણે બેટરીને અસર થાય છે. ઘણી વખત એવું બને છે કે તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવવાના શરુ થઇ જાય છે. આવું બને ત્યારે પણ તમારો ફોન હેક થયો હોઇ શકે. આવા મેસેજ તમારા ફોનમાંથી તમારા કોન્ટેકટ લિસ્ટમાં હોય તે નંબરને આપોઆપ સેન્ડ થાય છે. જો મેસેજ શંકાસ્પદ લાગે તો ઓપન કરશો નહીં. આવા મેસેજને સ્પામ તરીકે સિલેકટ કરીને તેને બ્લોક કરી દેવા જોઇએ. કયારેક કોઇ હેવા એપ કે ટાસ્ક ન કરવા છતાં ફોન વારંવાર ગરમ થાય તો પણ ફોન હેક થયો હોઇ શકે.

યુ.એસ.ના નિષ્ણાતોનું માનવું છે કે ફોનમાં બેકગ્રાઉન્ડમાં વાયરસ એપ્લિકેશન્સ સતત ચાલુ રહેવાના કારણે ફોન ગરમ થાય છે. વાયરસ અથવા માલવેર ધરાવતી એપ્લિકેશનને કારણે મોબાઇલની સ્પીડ પણ ઓછી થઇ જાય છે. આવી એપ્લિકેશન મોબાઇલના પ્રોસેસર અને ડેટાને અસર કરે છે. મોબાઇલને હેકિંગથી બચાવવા ઓપરેટિંગ સિસ્ટમને અને એપને અપડેટ કરતાં રહેવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here