Monday, October 18, 2021
Homeટેક્સ ચૂકવો છો પણ બાંધકામ ગેરકાયદે છે, આવુ કહીને નોટિસ ફ્ટકારી
Array

ટેક્સ ચૂકવો છો પણ બાંધકામ ગેરકાયદે છે, આવુ કહીને નોટિસ ફ્ટકારી

જેતપુરની સાંરગ નદી પુલ પાસે આવેલા અમરનગર રોડ પર 30 જેટલા શ્રમિક પરિવારો વર્ષોથી વસવાટ કરે છે. જેઓ નિયમિત ટેકસની પણ ચુકવણી કરતા હોય છે. પરંતુ નગરપાલિકાએ તે મકાનો બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામ હોવાનું કહીને ત્રણ દિવસમાં બાંધકામ દૂર કરવાની નોટિસ ફટકારી છે. જેથી આ શ્રમિક પરિવારનો સ્થિત કફોડી બની ગઈ છે. તેઓએ દાવો કર્યો છે કે, એક સમયે આ વિસ્તારમા ખાડામાં હતો. પરંતુ સ્વબળે તેઓએ જમીન સમથળ બનાવી. જેના 35 વર્ષ બાદ અહીથી જે રસ્તો બન્યો તે ની આસપાસના ઓઆ વિસ્તાર કિંમતી થતા સૌ કોઈની નજર તે જમીન પર પડી છે. સ્થાનિકોએ ૫૦ વર્ષ જૂની પાલિકાની વેરાની પહોંચ હોવાના દાવો કર્યો અને નગર પાલિકા બાંધકામને કઈ રીતે ગેરકાયદે કહી શકે તેવો સવાલ પણ સ્થાનિકોએ કર્યો છે.

અમરનગરના આ રોડ પર એક સ્વામીનારાયણ મંદિર છે. તેમજ મંદિરની સ્વામી વાડીને રોડ પર દુકાનો બનાવવી છે. જે માટે અમારા મકાનો અવરોધરૂપ હોય હેરાન કારતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. સ્વામી નારાયણ મંદિરના નીલકંઠ સ્વામી, પાલિકાના પ્રમુખના પતિ સુરેશ સખરેલીયા, કેબીનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ચીફ ઓફિસર સી.બી. રબારી વચ્ચે થોડા દિવસ અગાઉ એક બેઠક થઈ હતી. ભાજપના સત્તાધીશોએ સ્વામી પાસેથી પૈસા લઈ મકાનો પાડી નાખવા નોટીસ આપ્યાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments