Tuesday, September 28, 2021
Homeટેસ્લા મોડલ Yનું થયું ડેબ્યુ, માત્ર 5.5 સેકન્ડ 100ની સ્પીડ સુધી પહોંચવાની...
Array

ટેસ્લા મોડલ Yનું થયું ડેબ્યુ, માત્ર 5.5 સેકન્ડ 100ની સ્પીડ સુધી પહોંચવાની ક્ષમતા

ઓટો ડેસ્ક. એલન મસ્કે આખરે તેની પહેલી કોન્સ્ટેપ્ટ એસયુવી મોડલ Yને દુનિયા સામે પ્રસ્તુત કરી છે. આ ઈલેક્ટ્રિક એસયુવીની પ્રારંભિક કિંમત રૂપિયા 32 લાખ હશે. તેને 2020માં કસ્ટમર્સ સુધી પહોંચાડવામાં આવશે. કંપનીએ એવો દાવો કર્યો છે કે, આ ઈલેક્ટ્રીક એશયુવી 209 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે. હવે કંપનીએ તેનું પ્રિ-બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

1.73 લાખ રૂપિયા બુકિંગ માટે આપવા પડશે

મોડલ Y માં ટેસ્લાની મોડલ 3 અને મોડલ X એસયુવીની ડિઝાઈનની ઝલક જોવા મળશે. જોકે આ ક્રોસઓવર મોડલ 3 કરતા 10 ટકા મોટી હશે.
કારમાં 7 લોકો આરામથી બેસી શકે તેટલી સ્પેશ હશે. તેમાં પેનોરામિક સનરૂફ જેવું ફીચર જોવા મળશે. કંપનીના સીઈઓ મસ્કનું કહેવું છે કે, આ કારમાં એન્કશન એસયુવી જેવા જ છે. પણ તે ચાલવામાં સ્પોર્ટસ કાર જેવું પર્ફોર્મન્સ આપશે.
આ એસયુવી કાર સિંગલ ચાર્જિંગમાં 482 કિમી સુધી ચાલી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. જ્યારે તેની ટોપ સ્પીડ 209 કિમી પ્રતિ કલાકની છે. આ કારમાં 0થી 100 કિમીની ઝડપ સુધી પહોંચવા માટે 5.5 સેકન્ડનો સમય લાગે છે.
ટેસ્લા મોડલ Y કંપનીની થર્ડ જનરેશન સુપર ચાર્જરને સપોર્ટ કરે છે. જે 250kW ચાર્જિંગ કેપેબલ છે. માત્ર 5 મીનિટમાં 120 કિમી સુધી ચાલી શકે તેટલી ચાર્જ થઈ જાય છે.
કારમાં સિંગલ 15 ઈંચનું ટરસ્ક્રિન ઈન્ટરફેસ આપેલું છે. જેમાં તમામ કન્ટ્રોલ આઈકોન આપેલા છે. કારમાં ટ્રેડિશનલ ઈન્સ્ટુમેન્ટ ક્લસ્ટર નથી. કારમાં સેલ્ફ ડ્રાઈવિંગ હાર્ડવેર પણ ઉપલબ્ધ છે. તેમાં ઓટોપાયલટ નો ઓપ્શન મળી રહે છે.
સેકંડ રો ફોલ્ડિંગ સીટ અને ફ્રન્ટ બૂટ સ્પેસ મળીને કારમાં કુલ 1800 લીટરનું મેક્સિમમ સ્ટોરેજ પણ મળે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments