Wednesday, September 29, 2021
Homeસ્પોર્ટ્સટોક્યો ઓલિમ્પિક્સ : મહિલા કુસ્તીમાં ભારતને મોટો ઝટકો, વિનેશ ફોગાટને હારનો સામનો...

ટોક્યો ઓલિમ્પિક્સ : મહિલા કુસ્તીમાં ભારતને મોટો ઝટકો, વિનેશ ફોગાટને હારનો સામનો કરવો પડ્યો

ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે મહિલા કુસ્તીમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની દિગ્ગજ કુસ્તીબાજ અને વિશ્વ નંબર -1 વિનેશ ફોગાટને 53 કિલોગ્રામ વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને બેલારુસની વેનેસા કલાઝિન્સકાયાએ 9-3થી હરાવી હતી.

વિનેશ ફોગાટને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. - Divya Bhaskar

જોકે તે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતે એવી આશા છે. આ માટે વેનેસાએ ફાઇનલમાં પહોંચવું પડશે. એ પછી રેપેચેજ રાઉન્ડ દ્વારા વેનેસાને તક મળશે. વેનેશાએ અગાઉ સ્વીડનની કુસ્તીબાજ સોફિયા મેટસનને 7-1થી હરાવી હતી.

પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન વિનેશ ફોગાટ.પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન વિનેશ ફોગાટ.

જ્યારે, રેસલર અંશુ મલિક બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગઇ હતી. તેને રેપેચેજ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રેપેચેજ મેચમાં તેને રશિયન ઓલિમ્પિક સમિતિની વેલેરિયા કોબલોવાએ 5-1થી હરાવી હતી.

અંશુ મલિક રેપેચેજ રાઉન્ડમાં મેચ દરમિયાન.
અંશુ મલિક રેપેચેજ રાઉન્ડમાં મેચ દરમિયાન.

કુસ્તીમાં ભારત માટે આજે મોટો દિવસ છે

કુસ્તીમાં ભારત માટે આજનો દિવસ મોટો છે. કુસ્તીબાજ રવિ કુમાર દહિયા અંતિમ મેચ રશિયાના ઉગએવ જાઉર સામે રમશે. તેણે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે. જોકે તેના પ્રદર્શનને જોતાં તેની પાસેથી ગોલ્ડની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતે અત્યારસુધીમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં 3 મેડલ જીત્યા છે, જ્યારે કુસ્તીમાં વધુ એક મેડલ કન્ફર્મ થયો છે. આ સિવાય કુસ્તીબાજ દીપક પૂનિયા પણ બ્રોન્ઝ મેડલ માટે જોર લગાવશે.

1980 પછી ભારતે હોકીમાં ઓલિમ્પિક મેડલ જીત્યો

ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. તેણે 41 વર્ષની રાહ સમાપ્ત કરીને ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતની હોકી ટીમે અગાઉ મોસ્કોમાં 1980માં ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. ત્યાર બાદ ટીમે વાસુદેવન ભાસ્કરણની કેપ્ટનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments