Thursday, October 21, 2021
Homeટોયોટાની ઇનોવા ક્રિસ્ટાને મોડિફાઇ કરાઇ, જેમાં ફ્રીઝ અને ટીવીની સુવિધા મળશે
Array

ટોયોટાની ઇનોવા ક્રિસ્ટાને મોડિફાઇ કરાઇ, જેમાં ફ્રીઝ અને ટીવીની સુવિધા મળશે

 કાર મોડિફિકેશન માટે જાણીતી કંપની DC ડિઝાઇને ટોયોટાની ઇનોવા ક્રિસ્ટાને મોડિફાઇ કરી છે. મોડિફિકેશન પછી આ કારને અંદરથી ઓળખવી લગભગ અશક્ય છે. કંપનીએ આ મોડિફાઇડ મોડલને લાઉન્ડ અલ્ટીમેટ એડિશન નામ આપ્યું છે. આ મોડલની ખાસ વાત એ છે કે, ડ્રાઇવર સીટ અને બેક સીટની વચ્ચે કમ્પ્લીટ પાર્ટિશન આપ્યું છે. જ્યારે બેક કેબિનમાં 2 પેસેન્જર્સ માટે 24 ઇંચ કેપ્ટન સીટ લગાવવામાં આવી છે.

ટોયોટા ઇનોવા ક્રિસ્ટા લાઉન્ટ અલ્ટીમેટનું કેબિન

આ મોડિફાઇડ ઇનોવાના કેબિનમાં 2 પેસેન્જર્સ માટે 24 ઇંચની કેપ્ટન સીટ લગાવવામાં આવી છે. તે 150 ડિગ્રી સુધી બેન્ડ થાય છે અને અત્યંત કમ્ફર્ટેબલ છે. તેમાં 20 ઇંચનું LED ટીવી છે, જે DVD પ્લેયર સાથે આવે છે. તેમાં 7 લીટરનું મિની રેફ્રિજરેટર પણ લગાવવામાં આવ્યું છે. કારની અંદર LED લાઇટ્સવાળું ફિનિશિંગ મળશે. કેબિનમાં બેઠેલા પેસેન્જર્સે ડ્રાઇવર સાથે વાત કરવા માટે માઇકનો યૂઝ કરવો પડશે. ફૂડ માટે બંને પેસેન્જર્સની સામે ટ્રે લગાવવામાં આવી છે.
કાર એન્જિનમાં કોઇ ચેન્જ નહીં
DC ડિઝાઇને કારના એન્જિનમાં કોઇ બદલાવ નથી કર્યો. આ ટોયોટા ઇનોવા ક્રિસ્ટામાં 2694 સીસીનું પાવરફુલ એન્જિન મળે છે. તે 166 bhpનો પાવર અને 245 nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ગીઅર બોક્સ ટ્રાન્સમિશન મળે છે. ટોયોટા ઇનોવા ક્રિસ્ટાના પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ પ્રાઇઝ રૂ.14.83 લાખથી શરૂ થાય છે. જ્યારે આ કારના મોડિફિકેશન પાછળ રૂ.5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments