Tuesday, October 26, 2021
Homeટ્યૂનીશિયા નજીક લીબિયાથી યુરોપ જતી બોટ પલટી જતા અંદાજિત 70 પ્રવાસીઓના મોત
Array

ટ્યૂનીશિયા નજીક લીબિયાથી યુરોપ જતી બોટ પલટી જતા અંદાજિત 70 પ્રવાસીઓના મોત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા છે. યુનાઇટેડ નેશન્સની રેફ્યૂજી એજન્સી અનુસાર, આ બોટ ટ્યૂનીશિયા નજીક સમુદ્રમાં પલટી ગઇ છે. યુએનએચસીઆર તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી માત્ર 16 લોકોને જ બચાવી શકાય છે. જીવિત બચેલા લોકોએ કહ્યું કે, બોટ ગુરૂવારે લીબિયાથી ઉપડી હતી, સમુદ્રમાં ભારે મોજાના કારણે તે પલટી ગઇ.

સમુદ્રમાં ભારે મોજાના કારણે બોટ પલટી ગઇ

અત્યાર સુધી લીબિયાથી યુરોપમાં રસ્તામાં 164નાં મોત

UNHCR આંકડાઓ અનુસાર, આ વર્ષે અત્યાર સુધી લીબિયાથી યુરોપના રસ્તામાં અંદાજિત 164 લોકોનાં મોત આ જ પ્રકારે થયા છે. જો કે, આ દુર્ઘટના અત્યાર સુધી થયેલી તમામ દુર્ઘટનાઓમાંથી સૌથી મોટી છે. દુર્ઘટનામાં બચેલા લોકોને ટ્યૂનીશિયાનું નૌકાદળ પોતાના દેશના કોસ્ટલ વિસ્તાર પર લઇ આવી છે. એક વ્યક્તિને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ટ્યૂનીશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, જેવી આ દુર્ઘટના અંગે જાણકારી મળી તેઓએ તાત્કાલિક માછલી પકડવાની બોટને અહીં મોકલાવી જેથી ફસાયેલા લોકોને બચાવી શકાય. આ બોટમાં સવાર મોટાંભાગના લોકો આફ્રિકાથી હોવાનું સામે આવ્યું છે.

બોટ મોટાંભાગે વધુ ભાર વહન કરવામાં અસક્ષમ

દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસી ભૂમધ્ય સાગર પાર કરીને યુરોપ તરફ આવવાના પ્રયત્નો કરે છે. આ લોકો માટે લીબિયા મુખ્ય પ્રસ્થાન કેન્દ્ર હોય છે. જે પ્રકારની બોટમાં આ પ્રવાસીઓ મુસાફરી કરે છે તેની ક્ષમતા વધુ નથી હોતી, જેના કારણે ભારે મોજાની વચ્ચે બોટ વધુ ભાર વહન કરવા સક્ષમ નથી હોતી અને પલટી જાય છે. જો કે, વર્ષ 2017માં મધ્યથી પ્રવાસીઓની આ યાત્રાઓમાં ઝડપથી ઘટાડો થયો છે. જેનું મુખ્ય કારણ ઇટલી તરફથી લીબિયા સૈન્યને આપેલા નિર્દેશ છે. જેમાં લીબિયા પોતાના તટથી પ્રવાસીઓને નહીં જવા દે છે.

ઇટલીની આ નીતિની આખા વિશ્વના માનવાધિકાર સંગઠનોએ ટીકા કરી છે. આ વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં કુલ 15,900 પ્રવાસી ભૂમધ્ય સાગરના ત્રણ અલગ અલગ રસ્તે યુરોપ પહોંચ્યા હતા. આ આંકડો ગત વર્ષ આ જ અંતરની સરખામણીએ 17 ટકા ઘટ્યો છે. યુએન રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં ભૂમધ્ય સાગર પાર કરવામાં પ્રતિ દિવસ 6 પ્રવાસીઓના મોત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments