Tuesday, September 28, 2021
Homeટ્રમ્પના રિસોર્ટમાંથી થમ્બ ડ્રાઇવ અને ખતરનાક વાઇરસ લઇને ફરતી ચીની મહિલાની ધરપકડ
Array

ટ્રમ્પના રિસોર્ટમાંથી થમ્બ ડ્રાઇવ અને ખતરનાક વાઇરસ લઇને ફરતી ચીની મહિલાની ધરપકડ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત રિસોર્ટ માર-એ-લેગોથી એક ચીની મહિલા યૂજિંગ ઝાંગ ની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પાસેથી થમ્બ ડ્રાઇવ, ખતરનાક વાઇરસ, ચાર મોબાઇલ ફોન, એક લેપટોપ અને હાર્ડ ડ્રાઇવ પણ મળી આવી છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, મહિલા સાથે પ્રતિબંધિત વિસ્તારમાં ફરવા, સિક્રેટ સર્વિસ ઓફિસરને ખોટું બોલવાના આરોપ છે. અત્યાર સુધી આ મામલે કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.

સ્વીમિંગ પૂલમાં જવાની વાત કહી ઘૂસણખોરી

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, પામ બીચ પર સ્થિત રિસોર્ટમાં મહિલા શનિવારે આવી. ક્લબના સિક્યોરિટી ચેક પોઇન્ટ પર તેણે કહ્યું કે, તે સ્વીમિંગ પૂલમાં જવા ઇચ્છે છે. ઝાંગને પૂછવામાં આવ્યું કે, શું તેના પિતા આ ક્લબના મેમ્બર છે? પરંતુ ઝાંગે તેનો યોગ્ય જવાબ નથી આપ્યો.

મહિલાને પૂછવામાં આવ્યું કે, તે કોઇને મળવા માટે ક્લબમાં આવી છે? તે ફરીથી કોઇ યોગ્ય જવાબ ના આપી શકી. સિક્યોરિટી ઓફિસરને ચીની ભાષા સમજવામાં પરેશાની થઇ રહી હતી. તેને લાગ્યું કે, મહિલા ક્લબના મેમ્બર ઝાંગની સંબંધી છે અને તેણે આ મહિલાને અંદર જવા દીધી.

સ્વિમિંગ પૂલ એરિયામાં ઝાંગને એકિ રિસેપ્શનિસ્ટે ફરીથી પૂછ્યું તો તેણે જણાવ્યું કે, આ ક્લબમાં યોજાનારી યૂનાઇટેડ નેશન્સ ચાઇનીઝ અમેરિકન એસોસિએશન કાર્યક્રમમાં ભાગ લેવા આવી છે. શંકા જતા રિસેપ્શનિસ્ટે સિક્યોરિટી સર્વિસને એલર્ટ કરી દીધી. ત્યારબાદ ઝાંગની ધરપકડ કરવામાં આવી.

પૂછપરછમાં ઝાંગે જણાવ્યું કે, યુનાઇટેડ નેશન્સના કાર્યક્રમ શરૂ થતાં અગાઉ એટલાં માટે આવી હતી, કારણ કે તે રિસોર્ટમાં ફરીને તસવીરો લેવા ઇચ્છતી હતી. તેણે પૂછપરછ દરમિયાન કેટલાંક દસ્તાવેજો પણ દર્શાવ્યા, પરંતુ સિક્યોરિટી ઓફિસરને ચીની ભાષા સમજણમાં આી, આ જ કારણ તે ડોક્યૂમેન્ટ્સ વાંચી ના શક્યો. ઝાંગને ક્લબમાં અનેક સ્થળો પર લઇ જવામાં આવી.

મિત્રએ રિસોર્ટ વિશે માહિતી આપી હતી

બીજાં દોરની પૂછપરછમાં ઝાંગે કહ્યું કે, તેને પામ બીચ પર આવવા માટે એક મિત્ર ચાર્લ્સે કહ્યું હતું. ચાર્લ્સે તેને કહ્યું હતું કે, તે કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે ટ્રમ્પ પરિવારના કોઇ સભ્ય સાથે વાત કરવાના પ્રયત્નો કરે. તે ટ્રમ્પ ફેમિલી સાથે ચીન-અમેરિકાના આર્થિક સંબંધો પર ચર્ચા કરે. જો કે, સિક્યોરિટી ઓફિસર મહિલાના તથાકથિત મિત્ર ચાર્લ્સ અંગે કોઇ જાણકારી એકઠી કરી શક્યા નહતા.

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, મહિલાએ સુરક્ષા તપાસ દરમિયાન સ્વિમિંગ પૂલમાં જવાની વાત કહી હતી, પરંતુ તેની પાસે સ્વીમિંગ કોસ્ચ્યૂમ સુદ્ધાં નહતો. પોલીસનું કહેવું છે કે, મહિલા ખોટું બોલીને પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી છે. તેના વિરૂદ્ધ કેસ દાખલ થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments