ટ્રમ્પની માનસિક પરિસ્થિતી પર ચર્ચા કરવા માટે નિષ્ણાતોને બોલાવવાની યોજના બનાવી રહ્યા છે ડેમોક્રેટ્સ

0
53

વોશિંગ્ટનઃ ડેમોક્રેટ નેતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ સાબિત કરવા માટે કેપિટલ હિલમાં કાર્યક્રમની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ(અમેરિકી સંસદ)ના નેતા અને મીડિયા પણ હાજર રહેશે. યેલ યુનિવર્સિટીના મનોચિકિત્સક અને બેસ્ટ સેલિંગ બુક ધ ડેંજરસ કેસ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પઃ સાઈકાઈટ્રિસ્ટ એન્ડ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ અસેસ એ પ્રેસિડેન્ટના લેખિકા ડો. બૈંડી લી કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય અંગે વાત કરશે.

કાર્યક્રમમાં સામેલ થવા માટે તમામ સાંસદોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ધ હિલ ન્યૂઝ પેપર પ્રમાણે, ટ્રમ્પ વિરોધી મહાભિયોગ લાવનારા સાંસદ જોન યારમુથ(ડી-કેવાઈ) અને જેમી રસ્કિન (ડી-એમડી) આ કાર્યક્રમમાં યજમાન તરીકે હાજરી આપશે. યારમુથે બુધવારે કહ્યું કે, અમે કંઈક એવું કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જ્યાં ટ્રમ્પના લથડતા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતતા લાવી શકાય. આ કાર્યક્રમ જૂલાઈમાં કરવામાં આવશે.

લીએ સૌપ્રથમ ટ્રમ્પને માનસિક રીતે બિમાર ગણાવ્યા હતાઃ યારમુથે કહ્યું કે, અમે એકસાથે યોજના બનાવી રહ્યા છીએ. લીએ સૌથી પહેલા તેમની માનસિક સ્થિતી વિશે જણાવ્યું હતું. અમે હજુ સુધી તેનું ફોર્મેટ નક્કી કર્યું નથી. લીના કહ્યાં પ્રમાણે, મનોચિકિત્સકની આ નૈતિક જવાબદારી છે કે તેઓ સાર્વજનિક રીતે રાષ્ટ્રપતિના લથડતા માનિસક સ્વાસ્થ્યથી થનારા જોખમોને જણાવે.

યારમુથે કહ્યું કે, ભલે કોઈએ ટ્રમ્પની સારવાર ન કરી હોય, પરંતુ તેઓ માનસિક સ્વાસ્થ્ય સાથે લડી રહેલા લોકોની આદતો અને વર્તનને ઓળખી લે છે. જેથી તેમની નૈતિક ફરજ છે કે તે લોકોને જાગૃત કરે. મહત્વનું છે કે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ કાર્યક્રમમાં કેટલા લોકો ભાગ લેશે કારણ કે આયોજકોએ હજુ સુધી આ અંગેની માહિતી બહાર પાડી નથી.

27 મનોચિકિત્સકોએ પુસ્તક લખ્યુંઃ લી દ્વારા લખાયેલા પુસ્તકમાં વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અમેરિકન સાઈકાઈટ્રિક એસોસિએશનના 27 મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકોએ આ પુસ્તકને લખ્યું છે. તમામે ટ્રમ્પને માનસિક રૂપથી બિમાર ગણાવ્યા છે. તેમણે વ્યક્તિત્વ વિશ્લેષણના ઘણા ધોરણોને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here