ટ્રમ્પ-કિમની નિષ્ફળ સમિટ બાદ નોર્થ કોરિયાએ ફરીથી મિસાઇલ-સાઇટ શરૂ કરી, સેટેલાઇટ ઇમેજમાં દાવો

0
27

પ્યોંગયાંગ (NK): નોર્થ કોરિયાએ જે રોકેટ લૉન્ચ સાઇટ્સને નષ્ટ કરવાનો વિશ્વને વાયદો કર્યો હતો, તે તેને ફરીથી બનાવી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સેટેલાઇટ તસવીરોથી એ વાતના સંકેત મળે છે. અમુક સેટેલાઇટ તસવીરો  અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની મુલાકાતના બે દિવસ બાદ લેવામાં આવી છે. હાલમાં જ કિમ જોંગ અને ટ્રમ્પની વચ્ચે વિયેતનામની રાજધાની હનોઇમાં બેઠક થઇ હતી. પરમાણુ નિઃશસ્ત્રીકરણ મુદ્દાને લઇને થયેલી આ સમિટ નિષ્ફળ રહી અને કોરિયન પેન્નિનસુલામાં પરમાણુ નિઃશસ્ત્રીકરણ મુદ્દે કોઇ સહમતિ બની શકી નહતી.

ટ્રમ્પે સમિટ અધૂરી છોડી દીધી
નોર્થ કોરિયાના ડોંગચાંગ-રીમાં પરિક્ષણ સ્થળને સેટેલાઇટ લૉન્ચ અને એન્જિન ટેસ્ટિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હવે અહીં સુધી તેણે અહીંથી બેલાસ્ટિક મિસાઇલનું પરિક્ષણ નથી કર્યુ. આ પરિક્ષણ સ્થળને નષ્ટ કરવા માટે કિમ જોંગની વચ્ચે ગત મહિને સમિટ થઇ હતી. પરંતુ અમેરિકાએ વચ્ચે જ સમિટ છોડી દીધી હતી.
ડોંગચાંગ-ની પરિક્ષણ સ્થળને નષ્ટ કરવાના કિમના વાયદાને અમેરિકા અને નોર્થ કોરિયાની વચ્ચે પરસ્પર ભરોસાના શરૂઆત તરીકે જોઇ શકાય છે. અમેરિકાએ નોર્થ કોરિયાને ચેતવણી આપી છે કે, જો તેણે પરમાણુ નિઃશસ્ત્રીકરણને લઇને કોઇ પગલાં નહીં ઉઠાવ્યા તો તે વધુ પ્રતિબંધો લાદશે.
અમેરિકાની અનેક થિંક ટેંક સંસ્થાઓ અને સાઉથ કોરિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓના પુરાવાના હવાલાથી નોર્થ કોરિયાની અમુક સેટેલાઇટ તસવીરો સામે આવી છે જે જોઇને લાગે છે કે, સોહાએમાં ડોંગચાંગ-રી પરિક્ષણ થઇ રહ્યા છે.
વધુ પ્રતિબંધોથી નુકસાન
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની વચ્ચે ગત સપ્તાહે વિયેતનામમાં મળેલી બેઠક કોઇ પરિણામ કે સમજૂતી વગર અધવચ્ચે જ પુરી થઇ હતી. આતંરરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને મંગળવારે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા નોર્થ કોરિયા પર વધુ પ્રતિબંધ લગાવી શકે છે.
જો કે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો નોર્થ કોરિયા પર વધુ પ્રતિબંધ લાગશે તો બંને દેશોની વચ્ચે શાંતિના તમામ પ્રયત્નો નિષ્ફળ થશે. જેની ટાઉન અનુસાર, નોર્થ કોરિયા અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનું શરૂઆતથી જ ઉલ્લંઘન કરતું આવ્યું છે. અમેરિકાના નોર્થ કોરિયા પર નવા પ્રતિબંધો લાદવાની વચ્ચે વાતચીતની રાજનીતિમાં ઘટાડો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here