Monday, October 18, 2021
Homeટ્રમ્પ સાથે વિયતનામમાં મુલાકાત કરવા કિમ ટ્રેનથી રવાના થયા, 2700 કિમીની મુસાફરી...
Array

ટ્રમ્પ સાથે વિયતનામમાં મુલાકાત કરવા કિમ ટ્રેનથી રવાના થયા, 2700 કિમીની મુસાફરી કરશે

હનોઈઃ ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર નેતા કિમ જોન ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 27-28 ફેબ્રુઆરી એ વિયતનામમાં બીજી મુલાકાત થશે. મળતી માહિતી પ્રમાણે કિમ વિયતનામ ટ્રેનથી પહોંચશે. જેમાં તેઓ આશરે 2700 કિમીની મુસાફરી કરશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે કિમ ટ્રેનમાં વિયતનામ જવા માટે રવાના થઈ ચુક્યા છે. ટ્રેન અરાઈવલ માટે વિયતનામના અધિકારીઓ તૈયારીઓમાં લાગી ગયા છે. બન્ને નેતાઓ વચ્ચે ગતવર્ષે સિંગાપુરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત માટે કિમ ચીનથી પ્લેનમાં આવ્યા હતા.

ચીનનાં ડાનડોંગ શહેરથી જોડાયેલી છે ઉત્તર કોરિયાની સરહદ
ચીનનું ડાનડોંગ શહેર ઉત્તર કોરિયાની સીમા પાસે આવેલુ છે. વિયતનામ જતા સમયે કિમ જોન ચીન ખાતેથી નીકળ્યા હતા.એક બ્રિઝ પરથી કિમની ટ્રેન પસાર થવાની હોવાથી સામે આવેલી હોટેલમાં રોકાયેલા મહેમાનોને ચેક આઉટ કરવા માટે કહેવામા આવ્યુ છે.
યાલુ નદી ચીન અને ઉત્તર કોરિયાની સરહદ બનાવે છે. જેની પાસે આવેલી ઝોંગલિયાન હોટેલ પણ બંધ કરી દેવામા આવી છે. હનોઈનાં અધિકારીઓનાં કહ્યાં પ્રમાણે, અમે ઉત્તર કોરિયાઈ પ્રતિનિધિમંડળના સ્વાગત માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. ટ્રેનનું આગમન ચીન સીમા પર સ્થિત ડોંગ ડાંગ સ્ટેશન પર કરવામા આવશે. કિમ ગાડીમાં હનોઈ પહોચશે.
કિમનાં ડોંગ ડાંગ આવવના માટે વિયતનામ પ્રશાસન ચાક-ચૌબંદ સુરક્ષાની તૈયારીઓમાં લાગી ગયુ છે. રોડ ડિપાર્ટમેન્ટે ડોંગ ડાંગમાં સ્ટેશન સુધી જવાના રસ્તાઓ પર મોટા વાહનો પર પ્રતિબંધિ લગાવી દેવાયો છે. 26મી ફેબ્રુઆરીએ વિસ્તારની 170 કિમી સુધીનાં રસ્તાઓ સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહેશે.
બીજી બાજુ કિમનો વિદેશ પ્રવાસ હંમેશાની જેમ ગુપ્ત રાખવામાં આવ્યો છે. લોકોને પ્યોંગયાંગ પહોંચ્યા પછી જ સૂચના આપાવામાં આવશે. વિયતનામ અને ઉત્તર કોરિયાઈ સૂત્રોનાં કહ્યાં પ્રમાણે, કિમ કુઆંગ નિન્હ અને બાક નિન્હ પ્રાંત પણ જશે. અહીં ઘણી ફેક્ટરીઓ છે, જ્યાં બાક નિન્હમાં સેમસંગની ફેક્ટરી આવેલી છે.
કિમ હનોઈનાં મેલિયા હોટેલમાં રોકાઈ શકે છે. જે સરકારી ગેસ્ટહાઉસથી નજીક છે. સરકારી ગેસ્ટહાઉસમાં ટ્રમ્પ-કિમની મુલાકાત થવાની પણ સંભાવનાઓ છે.
કિમનાં પિતાને પ્લેનની મુસાફરીથી ડર લાગતો હતો
કિમનાં પિતા કિમ જોંગ-ઈલ અને તેમનાં દાદા કિમ ઈલ-સુંગ પણ ટ્રેનથી ચીન ગયા હતા. ટ્રેનની ગતિ ઘણી ધીમી હતી. આ ટ્રેનમાં મુસાફરો માટે દારૂ ઝીંગા અને પોર્કની વ્યવસ્થા કરવામા આવતી હતી. કિમ જોંગ ઈલ ટ્રેનમાં જ મુસાફરી કરતા હતા, કારણ કે તેમને ફ્લાઈટથી મુસાફરી કરવામા ડર લાગતો હતો.
કિમ જોંગ ઈલની ટ્રેનમાં તેમના મનોરંજન માટે મહિલાઓ પણ રાખવામા આવતી હતી. જે લેડી કંડક્ટર્સ તરીકે ઓળખાતી હતી. આ ટ્રેન સાથે અન્ય બે ટ્રેનો પણ હતી. મુખ્ય ટ્રેનમાં નેતા, બીજી ટ્રેનમાં એડવાન્સ સિક્યોરીટી અને ત્રીજી ટ્રેનમાં એકસ્ટ્રા બોડી ગાર્ડ અને સાધન સામગ્રી રાખવામા આવતી હતી.
ટ્રેનનો દરેક ડબ્બો બુલેટપ્રુફ હોય છે. મળતી માહિતી પ્રમાણે ટ્રેન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. રશિયાનાં અધિકારી કોંસ્તેંતિવ પુલિકોવ્સ્કીએ 2011માં કિમ જોંગ-ઈલ સાથે ટ્રેનમાં ચીન સુધીની મુસાફરી કરી હતી. તેમણે લખેલા પુસ્તકમાં આ ટ્રેનનાં રશિયન, ચીની, જાપાની અને ફ્રેન્ચ વાનગીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments