- Advertisement -
સમગ્ર રાજ્યમાં માર્ગ સપ્તાહ સલામતી અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસાની શાળાઓમાં પણ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. મોડાસાની કસ્બા વિસ્તારની એફ. યુ. મલેક પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાળકોને હેલ્મેટ પહેરવા અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પોલિસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોડાસા રૂરલ પોલિસ દ્વાર૨ પણ વિશેષ જાણકારી અપાઇ હતી. પોલિસ તંત્ર દ્વાર૨ બાળકોના પિતા વાહન ચલાવતી વખતે હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલિસ સ્ટાફ, શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ- પી. આર. જાડેજા, PSI, જિલ્લા ટ્રાફિક, અરવલ્લી
રિપોર્ટર રાહુલ પટેલ CN24NEWS અરવલ્લી