ટ્રાફિક ડ્રાઈવમાં લોકોને દંડનારી પોલીસે જ હેલ્મેટ પહેર્યો ન હતો

0
47

અમદાવાદ: બે મહિના પછી પૂર્વ અમદાવાદમાં યોજાયેલી મેગા ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસે જ હેલ્મેટ પહેરી ન હતી, તેમજ વાહનો પણ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રોડ પર પાર્ક કર્યા હતા. મેગા ડ્રાઇવ માટે 20 ટીમ બનાવવામાં આવી હતી.

રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, ઓઢ‌વ, અમરાઇવાડી, રામોલ, ખોખરા અને નિકોલમાં શુક્રવારે 3 ડીસીપી, 8 પીઆઇ, 29 પીએસઆઇ અને 600થી વધારે પોલીસ કર્મી દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી. મેગા ડ્રાઇવમાં 400 જગ્યાએથી કોર્પોરેશનને સાથે રાખી રોડ પર દબાણ દૂર કરાયા હતા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી 2 લાખનો દંડ વસૂલાયો હતો. હેલ્મેટ નહીં પહેરવા બદલ 655ને અને સીટ બેલ્ડ નહીં બાંધવા બદલ 129ને દંડ કરાયો હતો, તેમજ 160 વાહન ડિટેઈન કરાયા હતા. ડ્રાઇવમાં આવેલી પોલીસે બરોડા એક્સપ્રેસ ઓવરબ્રિજ નીચે વાહનો રસ્તા પર જ પાર્ક કર્યા હતા. ડ્રાઇવ દરમિયાન ખોખરા સર્કલ પર પોલીસ કર્મી  હેલ્મેટ વગર આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here