Friday, December 3, 2021
Homeટ્રેન અને પ્લેટફોર્મ પર હવે માટીનાં પાત્રોમાં જમવાનું પીરસાશે, વારાણસી-રાયબરેલીથી શરૂઆત કરાશે
Array

ટ્રેન અને પ્લેટફોર્મ પર હવે માટીનાં પાત્રોમાં જમવાનું પીરસાશે, વારાણસી-રાયબરેલીથી શરૂઆત કરાશે

નવી દિલ્હીઃ રેલવેમાં મુસાફરી દરમિયાન અને પ્લેટફોર્મ પર યાત્રિઓને ચા અને જમવાનું હવે માટીનાં વાસણોમાં આપવામાં આવશે. રેલવે મંત્રાલયનાં આદેશ પર ગોરખપુર, લખનઉ, આગરા અને વારાણસી સહિત પૂર્વનાં રેલવેનાં તમામ મુખ્ય સ્ટેશનો પર માર્ચથી માટીનાં વાસણોમાં જમાવાનું આપવાની શરૂઆત કરવામાં આવશે. જેનાં માટે કુંભારોનાં સમૂહ સાથે સંપર્ક કરવામાં આવશે.

રેલવે બોર્ડ વારાણસી અને રાયબરેલીથી પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરવા જઈ રહ્યું છે. જો બધુ જ બરાબર રહ્યું તો દેશભરનાં A અને B શ્રેણીની 400 રેલવે સ્ટેશનો પર આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે સ્ટેશનો પર કુલ્હડમાં ચા આપવાની વ્યવસ્થા લાગુ કરાવી હતી. કુલ્હડનું ચલણ પ્લાસ્ટિકનાં કપ અને પ્લેટમાં જ ખોવાઈને રહી ગયા.

આ સૂચન ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડનું છે. જેનાથી કુંભારોને પણ રોજગારી મળી રહેશે, ADG સ્મિતા વત્સ શર્માએ જણાવ્યુ કે માટીનાં વાસણોનાં ઉત્પાદન થતા જ વારાણસી અને રાયબરેલી સ્ટેશન પર પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દઈશું, પૂર્વનાં રેલવેએ પર્યાવરણને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

IRTCTCનાં સીએમડી એમપી મલ્લનાં કહ્યાં પ્રમાણે ઈકો ફ્રેન્ડલી પ્લેટોમાં જમવાનું પીરસવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. પ્રતિદિન આશરે 20 લાખ એલ્યુમિનીયમ કેસરોલનો વપરાશ થાય છે. જેથી, રેલવેમાં ઈકો ફ્રેન્ડલી પ્લેટોમાં જમવાનું પીરસવામાં હજુ થોડો સમય લાગશે. હાલ રાજધાની-શતાબ્દી  સહિત અન્ય ટ્રેનોમાં ઈકો ફ્રેન્ડલી પ્લેટોમાં જમવાનું પીરસવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments