ટ્વાઇલાઇટ’ ફેમ રોબર્ટ પેટિન્સન નેક્સ્ટ ‘બેટમેન’ હોઈ શકે છે

0
49

હોલિવૂડ ડેસ્ક: વોર્નર બ્રધર્સની અપકમિંગ ફિલ્મમાં રોબર્ટ પેટિન્સન બેટમેનનો રોલ પ્લે કરી શકે છે. ’ટ્વાઇલાઇટ’ ફેમ એક્ટર રોબર્ટ પેટિન્સન ટૂંક સમયમાં જ ડીલ ક્લોઝ કરી શકે છે. જોકે, હજુ ઓફિશિયલ કન્ફર્મેશન આવ્યું નથી. એક્ટર બેન એફલેકે ‘બેટમેન’ ફિલ્મ છોડ્યા બાદ સ્ટુડિયોની ફાઇનલ ચોઈસ રોબર્ટ પેટિન્સન હતો. જો 32 વર્ષીય રોબર્ટ આ ફિલ્મ માટે ફાઇનલ થાય તો તે ઓનસ્ક્રીન પેટિન્સનનો રોલ પ્લે કરનારો સૌથી નાની ઉંમરનો એક્ટર હશે.

બેન એફલેકે જ્યારે ‘બેટમેન’ ફિલ્મ 2017માં જાન્યુઆરીમાં છોડી ત્યારબાદ ડિરેક્ટર મેટ રીવ્સ આ ફિલ્મમાં જોડાયા હતા. ત્યારથી તે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં આ વર્ષના અંતમાં જશે. મેટ રિવ્સ આ ફિલ્મને કો-પ્રોડયૂસ પણ કરવાના છે. ફિલ્મ 5 જૂન, 2021ના રોજ રિલીઝ થશે.

બેન એફલેકે ‘બેટમેન vs સુપરમેન: ડૉન ઓફ જસ્ટિસ’ અને ‘જસ્ટિસ લીગ’માં બ્રુસ વેઈનનો રોલ નિભાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here