ટ્વિંકલ ખન્નાએ પીએમ મોદીની સાધના કરતી તસવીર પર કટાક્ષ કર્યો

0
28

મુંબઈઃ ચૂંટણી પ્રચારમાં ફ્રી થતાં જ પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં સાધના કરી હતી. પીએમ મોદીની સાધના કરતી તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ હતી. હવે બોલિવૂડ એક્ટ્રેસ તથા રાઈટર ટ્વિંકલ ખન્નાએ પીએમ મોદીની સાધના કરતી તસવીર પર કટાક્ષ કરીને પોતાની મેડિટેશન કરતી તસવીર પોસ્ટ કરી હતી.

મેડિટેશન ફોટોની ઉડાવી મજાક
ટ્વિંકલ ખન્નાએ મેડિટેશન કરતી તસવીર પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું, ‘મિત્રો મહેરબાની કરીને સાઈન અપ કરો, છેલ્લાં કેટલાંક દિવસોમાં બહુ બધી આધ્યાત્મિક તસવીરો જોયા બાદ હવે હું ‘મેડિટેશન ફોટોગ્રાફી પોઝ એન્ડ એન્ગલ્સ’ નામથી વર્કશોપ શરૂ કરવા જઈ રહી છું. મને લાગે છે કે વેડિંગ ફોટોગ્રાફી બાદ આ બીજી સૌથી મોટી વસ્તુ બનવા જઈ રહી છે.

સોશિયલ મીડિયામાં અવાર-નવાર મજાક ઉડાવે છે
ટ્વિંકલ ખન્ના અવાર-નવાર સોશિયલ મીડિયામાં મજાક ઉડાવતી હોય છે. ટ્વિંકલ ખન્નાના પતિ અક્ષય કુમારે પીએમ મોદીનો નોન-પોલિટિકલ ઈન્ટરવ્યૂ લીધો ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ટ્વિટર પર ટ્વિંકલ ખન્નાને ફોલો કરે છે અને જે રીતે ટ્વિંકલ ખન્ના તેમના પર ગુસ્સો બહાર કાઢે છે, તે વાત પણ સારી રીતે સમજે છે અને તેેને કારણે તમારા ઘરમાં શાંતિ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here