Saturday, August 20, 2022
Homeઠંડીમાં બંધ થઇ ગયું નાક, ટ્રાય કરો આ ઘરેલૂ ઉપચાર
Array

ઠંડીમાં બંધ થઇ ગયું નાક, ટ્રાય કરો આ ઘરેલૂ ઉપચાર

- Advertisement -

શિયાળામાં મોટાભાગે બંધ નાકની સમસ્યા દરેક લોકોને થાય છે. આ પરેશાની એ લોકો બરોબર સમજી શકે છે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચુક્યું હોય.. નાક બંધ થવાની સ્થિતિ દરેક લોકો માટે ખૂબ માથાનો દુખાવો હોય છે. એના કારણે શ્વાસ લેવામાં પરેશાની થાય છે.

જો તમને પણ શિયાળામાં ઠંડીના કારણે નાક બંધ થઇ ગયું હોય તો કોઇ પણ દવા લેતા પહેલા આ ઘરેલૂ ઉપાયોનો એક વખત જરૂરથી ઉપયોગ કરો.

નાસ લેવો
ગરમ પાણીમાં સુગંધી તેલના થોડાક ટીપાં નાંખવાના છે. અથવા એમાં થોડો વિક્સ નાંખો. હવે એને ગરમ પાણીના વાસણ તરફ ચહેરાને એક મોટા કપડાંથી ઢાંકી લો, આ નાક ખુલતાની સાથે જ શરદીમાં આરામ આપશે.

હર્બલ ટી
હર્બલ ટી જેમ કે તજ, મરી અથવા તુલસીથી બનેલી ચા પીવાથી બંધ થયેલું નાક ખુલી જાય છે. એના માટે તમારે કંઇ કરવાનું નથી. તમારી દરરોજ બનતી ચા માં બસ આ હર્બ્સને નાંખીન પી લો. એનાથી તમારું બંધ નાક ખુલી જશે.

ડુંગળી
ડુંગળી જરૂરી વિટામિન્સ અને ખનીજોથી ભરપૂર હોય છે. ડુંગળીમાં ઘણા બધા સ્વાસ્થ્ય ગુણો રહેલા છે જે બંધ નાકને ખોલવાના ગુણો રાખે છે. જો નાક બંધ થઇ જાય તો માત્ર 5 મિનીટ સુધી ડુંગળીની છાલને સૂંઘો, ત્યારબાદ જુઓ ચમત્કાર તમારું બંધ નાક ખુલી જશે અને તમે સરળતાથી શ્વાસ લઇ શકશો.

લીંબુ
એક બાઉલમાં બે ચમચી લીંબુના રસની સાથે એક ચમચી મરી મિક્સ કરીને આ મિશ્રણને નાક પાસે લગાવી દો. હવે થોડો સમય લગાવ્યા બાદ મોંઠું ધોઇ નાંખો અને પછી આ મિશ્રણની અસર જુઓ.

નારિયેળ તેલ
નારિયેળ તેલ બંધ નાકને ખોલવા માટે સારો ઉપાય છે. જ્યારે પણ તમારું નાક બંધ થઇ જાય, તો તમે નારિયેળ તેલ આંગળીની મદદથી નાકની અંદર લગાવો. અથવા નારિયેળ તેલના કેટલાક ટીપાં નાકમાં નાંખો અને પછી ઊંડો શ્વાસ લો. થોડી ક જ મિનીટોમાં તમારું નાક ખુલી જશે. ધ્યાનમાં રાખો કે નારિયેળ તેલ પીગળેલું હોય.

ગરમ પાણી
જો તમે સહજ છો તો એના માટે તમારું માથું પાછળની તરફ ઝુકાવો અને કોઇ ડ્રોપરની મદદથી નવશેકા ગરમ પાણીના ટીપા કેટલાક ટીપા નાકના છીદ્રોમાં નાંખો. થોડાક સમય બાદ માથું આગળ કરી લો અને આ પાણીને નિકાળી દો.

કપૂર
કપૂરની સમ્લે પણ બંધ નાકને ખોલવાની સારી રીત છે. તમે ઇચ્છો તો આ નારિયેળ તેલની સાથે પણ સૂંઘી શકો છો, અથવા સાદું કપૂર સૂંધવું પણ તમને ફાયદો થશે. આ ઉપરાંત નાકને ગરમી આપીને બંધ નાકને સરળતાથી ખોલી શકાય છે.

આમલી અને કાળા મરી
આ એક સારો ઉપાય છે. એક કપ પાણીમાં 50 ગ્રામ આમલીનુ પાણી અને અડધી ચમચી કાળા મરી મિક્સ કરીને ઉકાળો. તેનુ સેવન દિવસમાં ત્રણ વાર કરો.

આ ઉપરાંત આયુર્વેદમાં પણ નાક બંધ થઇ જવા પર અને શરદી થવા પર કેટલાક ઉપચાર જણાવાયા છે.

ગરમ દૂધમાં એક બે ગ્રામ વાટેલી સૂંઠ મેળવીને અથવા તુલસીનાં પાનનો 2 થી 10 મિ.લિ. રસ અને આદુના બેથી 20 મિ.લિ. રસમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે ત્રણવાર લેવાથી શરદીમાં લાભ થાય છે.

વડનાં કુમળાં પાનને છાંયડામાં સૂકવીને વાટી લેવાં. અડધા લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી શેષ રહે ત્યારે ઉતારીને ગાળી લેવું અને દળેલી સાકર મેળવીને નવશેકું કરીને પીવું. પ્રયોગ શરદીમાં લાભદાયક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular