વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પૂર્વે પ્રેક્ટિસના અભાવની કોહલીને ચિંતા નથી

0
2

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં મેચ પ્રેક્ટિસ કે તૈયારીના અભાવની જરા પણ ચિંતા નથી. તેમનું માનવું છે કે તેઓ અગાઉ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને તેનો અનુભવ તેમના માટે પૂરતો છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે ડબલ્યુટીસીની ફાઇનલમાં ૧૮ જૂને ટકરાશે. 

કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના રવાના થતા પૂર્વે જણાવ્યું હતું કે અમે ઇંગ્લેન્ડની પરિસ્થિતિને બરાબર જાણીએ છીએ અને હવે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ તેના પર છે. સૌથી વધારે મહત્ત્વની વાત અમારે બોલને બરોબર બેટ પર લેવાનો છે અને વિકેટો ઝડપવાની છે. કોહલીએ જણાવ્યું હતું કે તેમની ટીમને ડબલ્યુટીસી પહેલા ચાર દિવસનું પ્રેક્ટિસ સેશન મળશે તો પણ કોઈ વાંધો નથી. તેનું કારણ છે કે અમે ટીમ તરીકે ઇંગ્લેન્ડમાં શું કરવું તે વાતને લઈને સુનિશ્ચિત છીએ. આમ અમે એક યુનિટ તરીકે રમી શકીએ તે ઘણું મહત્ત્વનું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો બોલિંગ ફાયર પાવર વધ્યો છે અને તેનો ફાયદો અમને ઇંગ્લેન્ડમાં પણ મળશે. ટેસ્ટ મેચમાં તમે દરેક સેશનમાં અને દરેક કલાકે કેવો દેખાવ કરો છો તે મહત્ત્વનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here