Monday, October 18, 2021
Homeડભોઇ : ઓનલાઇન MI મોબાઇલની એજન્સી લેવાના બહાને 6.70 લાખની છેતરપિંડી
Array

ડભોઇ : ઓનલાઇન MI મોબાઇલની એજન્સી લેવાના બહાને 6.70 લાખની છેતરપિંડી

ડભોઇ: ડભોઇમાં દુકાન કરી મોબાઇલની એસેસરીઝ, મોબાઇલ રીપેરીંગ તેમજ નવા મોબાઇલનું વેચાણ કરતા વેપારીના નસવાડીના મિત્રએ એમ.આઇ.મોબાઇલની એજન્સી લેવી હોય તો ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું છે.તો યોગ્ય તપાસ કરીને જોઇ લે જો. હુ જીઓની એજન્સી લીધી માટે એમ.આઇ.નહીં લઉ.જેથી ડભોઇના વેપારી યુવાને ઓનલાઇન મેસેઝ કરી ટેલીફોનિક વાતચીત કરી જુદીજુદી બેંકમાં ટુકડે ટુકડે ડીલરશીપ લેવા માટે રૂપિયા જમા કરાવી આખરે 75,000 રુપિયા માલની ડિલિવરી માટે વીમા પોલિસીના જમા કરાવાનું કહેતા વેપારીએ પોતાના મિત્ર કોમ્પ્યુટરના જાણકાર હોવાથી તેને પુછતા મિત્રએ પોતે છેતરાઇ રહ્યો હોવાનું જણાવતા વીમાની રકમ ના ભરી અત્યાર સુધી વાતચીતથી જ કામ ચાલુ રાખી ડભોઇ પોલીસમાં આજરોજ ફરીયાદ આપતા અજાણ્યા ઇષમો વિરુધ્ધ છેતરપિંડીની ફરીયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

ડભોઇના સ્ટેશન રોડ,ટાવર ને જેઠવાણી શોપીંગ સેંટર મા બાપુ મોબાઇલ નામની દુકાનો ધરાવતા મોબાઇલ ના વેપારીને એમ.આઇ.મોબાઇલ ફોન ની ડીલરશીપ આપવાની હોવાની જાણ મિત્ર ધ્વારા થતા બાપુ મોબાઇલ ના સંચાલક અયાઝહુશેન ઇમ્તિયાઝહુશેન સૈયદ ઉ.વ.32 નાઓએ ઓનલાઇન અરજી કરેલ. તેમજ તા-06/05/2019 ના રોજ મો.ન.8697232550 પર વાતચીત કરતા સામેથી દીલીપકુમાર વર્મા નામની વ્યક્તિ એમ.આઇ.કંપણી માથી બોલુ છુ.એ રીતે ઓળખ આપી વાતચીત કરી હતી.તેમજ ડીલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે લીંક મોકલાવી હતી.જે ફોર્મ ડાઉનલોડ કરી કેનેરા બેંક બેંગલોર ના ખાતા મા રુપિયા-15200 પ્રોસેસીંગ ફી પેટે ડભોઇના વેપારી ના પ્રાઇમ ઓપરેટીવ બેંક ના ખાતામાથી જમા કરાવ્યા હતા.

જે બાદ મા ડીલરશીપ માટે આર.ટી.જી.એસ.કરવુ પડશે જેથી રુપિયા-49,000 જે બાદ મા રુપિયા-10 લાખ ની ખરીદી કરવી પડશે તેમ જણાવતા વેપારીએ તા-10/05/2019 ના રોજ 1305452.95 રુપિયા પુરા જમા કરાવવાના હતા.જેમાથી પ્રથમ હપ્તો રુપિયા-03 લાખા ત્યારબાદ બીજો હપ્તો રુપિયા-02 લાખ અને એન.ઓ.સી.મેળવવા માટે ના રુપિયા-85,000 સહીત કુલ રુપિયા-6,70,500 છ લાખ સિત્તેરહજાર પાંચસો રુપિયા એસ.બી.આઇ.ના ખાતામાં જમા કરાવ્યા હોય વેપારી ને ચુનો ચોપડી ગઠીયાએ મોબાઇલ એજંસી આપવાના બહાને સ્માર્ટનેસ છેતરપીંડી કરી હજુતો માલ ની સલામતી સામે વીમા ની રકમ ના રુપિયા-75,000 ની માંગણી કરતો હોય વેપારી અયાઝહુશેન સૈયદે પોતે છેતરાયો હોવાનો એહસાસ થતા જીલ્લા પોલીસ વડા ને લેખિત ફરીયાદ આપતા આજરોજ ડભોઇ પોલીસે વેપારી ની ફરીયાદ લઈ કાયદેસર ની તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments