ડભોઈના વસઇ-તરસાળ પાસે બે બાઈક અથડાતાં લગ્નમાં જઈ રહેલા પિતા-પુત્રીના મોત

0
46

વડોદરાઃ ડભોઇ તાલુકાના વસઇ અને તરસાળા ગામ વચ્ચે બે મોટર સાઇકલ અથડાતાં પિતા-પુત્રીના મોત થયાં હતાં. જ્યારે પત્ની ચંપા બહેનની હાલત ગંભીર છે. શિનોર ગામના ટાવર ફળિયામાં રહેતા મહેન્દ્રભાઇ વાઘરી પત્ની ચંપાબહેન અને 5 વર્ષની પુત્રી પારૂલને લઇ મોટર સાઇકલ ઉપર ડભોઇ તાલુકાના વસઇ ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા, ત્યારે તરસાડા અને વસઇ વચ્ચે અન્ય મોટર સાઇકલ સાથે અકસ્માત થતાં મહેન્દ્રભાઈ અને તેની પુત્રી પારૂલના મોત થયાં હતાં.આ બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here