ગાંધીનગર : સોનરડા ગામે હાર જીતનો જુગાર રમતા ૯ શકુનીઓ ઝડપાયા

0
93

ગાંધીનગર જિલ્લાના ડભોડા પી.એસ.આઈ અને પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા ત્યારે તેમને બાતમી મળવા પામી હતી કે સોનારડા ગ્રામ પંચાયતની પાછળ ખેતરમા ખુલ્લી જગ્યાએ કેટલાક ઈસમો ભેગા થઈ પોતાના ફાયદા માટે પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા હોય છે. તે હકીકતના આધારે પોલીસે રેડ કરતા ૯ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

તેમા (૧) જગાજી ભીખાજી ચૌહાણ- રહેવાસી મોટી મોરાલી- દહેગામ (૨) પરેશભાઈ જયંતીભાઈ ચાવડા- રહેવાસી નરોડા (૩) વિષ્ણુજી રતનજી સોલંકી- રહેવાસી મોટી મોરાલી- દહેગામ (૪) વિષ્ણુજી બાબુજી ઠાકોર- રહેવાસી સોનારડા (૫) ખોડાજી જીવાજી વાઘેલા- રહેવાસી અમરાજીના મુવાડા (૬) રમેશભાઈ મોહનભાઈ ઠાકોર- રહેવાસી મોટી મોરાલી (૭) મેલાજી પોપટજી ચૌહાણ- રહેવાસી મોટી મોરાલી (૮) કીરણજી ડાયાજી ઠાકોર- રહેવાસી મોટી મોરાલી, દહેગામ (૯) દશરથજી ઉર્ફે રાવણ સોમાજી ઠાકોર- રહેવાસી ગલુદણ નાઓને પકડી તેમની પાસેથી ૧૦૩૬૦ મુદ્દામાલ કબજે કરી તેમની સામે ઘટતી કાર્યવાહી કરી છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here