ડમી ઘોડા પરના શૂટિંગને લઈને પરેશ રાવલ, અનુપમ ખેર અને મધુર ભંડારકરનો કંગનાને સપોર્ટ

0
84

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ ‘મણિકર્ણિકા’ના એક વીડિયોને લઈને કંગના ચર્ચામાં આવેલી. તેમાં કંગના અસલી ઘોડાને બદલે એક ડમી ઘોડા પર બેસીને શૂટિંગ કરી રહી હતી. આ વીડિયોને લઈને કંગનાને લોકો ટ્રોલ કરી રહ્યા હતા, પરંતુ હવે કંગનાની પડખે અનુપમ ખેર, પરેશ રાવલ અને મધુર ભંડારકર આવ્યા છે. અનુપમ ખેર અને પરેશ રાવલે ટ્વીટ કરીને કંગનાના વિરોધીઓને જવાબ આપ્યો.

અનુપમ ખેરે કંગનાની નિંદા કરતા યુટ્યૂબર આકાશ બેનર્જીને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું કે, ‘આને એકટિંગ કહેવાય મૂર્ખ, અને આ અમારી જોબ છે. આખી દુનિયાના દરેક એક્ટર આવું કરે છે. કંગનાને એના હાર્ડ વર્ક માટે દશકો સુધી યાદ કરવામાં આવશે’.

પરેશ રાવલે પણ અનુપમ ખેરની વાતને સમર્થન આપતાં ટ્વીટ કર્યું કે, આવા મૂર્ખ લોકો માને છે કે હોલિવૂડમાં બેટમેન અને સુપરમેન સાચે હવામાં ઊડે છે અને તે કોઈ કેમેરા ટ્રિક કે કમ્પ્યુટર ઇફેક્ટ નથી.

કંગનાની બહેને પણ ટ્વીટ કરી નિંદા કરનારા લોકો પર પ્રહાર કર્યો હતો કે, દોડતા ઘોડા પર તમે કઈ રીતે ક્લોઝ અપ શોટ લઇ શકો?.. અને તે લેવા માટે જ મશીન ઘોડાનો ઉપયોગ થાય છે અને આવું ઘણી બધી મૂવીમાં થતું આવ્યું છે. ટેક્નોલોજીથી પરિચિત થાવ, મૂર્ખ લોકો.

મધુર ભંડારકરે કહ્યું કે, જ્યારે અસલી ઘોડા પર કંગના પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે તો કોઈ બોલ્યું નહીં અને હવે એક આ ડમી ઘોડાવાળો વીડિયો સામે આવ્યો એટલે તરત લોકો ઠેકડી ઉડાડવા લાગ્યા. ગ્રીન પડદાનો ઉપયોગ બધા કરે જ છે. અમે પણ કરીએ જ છીએ. અમે સીન બતાવ્યો હોય લંડનનો, પણ ખરેખર એનું શૂટિંગ થયું હોય અહીં જ. ત્યારે તો લોકો એમ કહે છે કે અરે વાહ, તમે લંડન બતાવ્યું અને જ્યારે આ ઘોડાવાળો વીડિયો સામે આવ્યો ત્યારે કેમ નિંદા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here