Sunday, September 19, 2021
Homeડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ, મથુરા બેઠક પરથી ટિકિટ મળવાની અટકળો
Array

ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ, મથુરા બેઠક પરથી ટિકિટ મળવાની અટકળો

નવી દિલ્હીઃ હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી હવે રાજકારણના મેદાનમાં જોવા મળશે. ડાન્સર સપના શનિવારે કોંગ્રેસમાં જોડાઈ છે. સપનાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. મળતી માહિતી પ્રમાણે, સપના ચૌધરીએ દિલ્હીમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરના ઘરે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યુ હતુ. સૂત્રો પ્રમાણે કોંગ્રેસ યુપીની મથુરા લોકસભા બેઠક પરથી સપનાને ટિકિટ આપી શકે છે. પરંતુ શનિવારે મોડી રાતે કોંગ્રેસના 38 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મથુરામાં લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ પણ સામેલ છે. પાર્ટીએ અહીંથી મહેશ પાઠકને ટિકિટ આપી છે. જેથી સપનાના મથુરા ખાતેથી ચૂંટણી લડવા અંગેની અટકળો પર વિરામ લાગી ગયુ છે.

સપના ચૌધરી હરિયાણાની એક જાણીતી ડાન્સર અને એક્ટર છે. 25 સપ્ટેમ્બર 1990ના રોજ હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાનું જીવન ઘણી મુશ્કેલી ભરેલુ હતુ. સપનાના પિતા સામાન્ય કંપનીમાં કામ કરતા હતા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતી પણ સારી ન હતી. ઘણી નાની ઉમરમાં સપનાએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત ઓર્કેસ્ટ્રાથી કરી હતી. ઘર ખર્ચ ચલાવવા માટે તેમણે ડાન્સનો સહારો લીધો હતો. સપના અત્યાર સુધી ઘણા સ્ટેજ શો કરી ચુકી છે. સપના હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
આ બેઠકમાં છાતા, માંટ, ગોવર્ધન, મથુરા અને બળદેવ વિધાનસભા બેઠકોનો સામેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંની માટ બેઠક પર બહુજન સમાજ પાર્ટીને જીત મળી હતી. જ્યારે બાકીની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને જીત મળી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments