ડાબેરીઓનું ભારત બંધ : બિહારમાં ટ્રેનો રોકાઈ, અનેક શહેરોમાં દેખાવો

0
8

નવીદિલ્હી,તા. 19 : નાગરિકતા સુધારા કાયદા સામે આજે ડાબેરી પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ દેશના જુદા જુદા ભાગોમાં બંધ અને દેખાવોનું આયોજન કર્યું છે. અમુક રાજ્યોમાં નાગરિક જૂથો અને બિહારનાં આજેડી જેવા રાજકીય પક્ષો પણ એમાં જોડાયા છે. આ ઉપરાંત એનજીઓ, નાગરિક જૂથો અને રાજકીય પક્ષો એક છત્ર નીચે આવ્યાં છે. આજ સવારથી જ બંધ અને દેખાવોની અસર બિહારમાં સવિશેષ જોવા મળી હતી. દરભંગા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રોકવામાં આવી હતી. પટણાનાં રાજેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી હતી. અટારામાં પોલીસ ને આરજેડીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.કેસુરમાં અજમેર-સિમાબહાર એક્સપ્રેસ ટ્રેન રોકવામાં આવી હતી.

દિલ્હીમાં પણ આજે એક રેલીનું આયોજન થયું છે. એ પહેલાં ચાર મેટ્રો સ્ટેશન બંધ કરાયા હતાં. વિદ્યાર્થીઓ આજે લાલ કિલ્લાની શહીદ પાર્ક સુધી કૂચ કરશે. એવીજ રીતે કર્ણાટક અને મુંબીમાં આજે દેખાવો-રેલીનું આયોજન થયું છે. એવી જ ર ીતે ચેન્નાઈ, કોલકાતા, લખનૌ, ભોપાલ, પૂણે જેવા શહેરોમાં દેખાવોનું આયોજન છે.ચંડીગઢમાં પંજાબ સ્ટુડન્ટસ યુનિયને વિરોધ કૂચનું એલાન કર્યું છે. હરિયાણાનાં શેહરામાં પણ વિદ્યાર્થી સંગઠનોએ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી પાસે દેખાવોનું આયોજન કર્યું છે. ભોપાલમાં પણ ‘ભારત કે હમલોગ’ બેનર હેઠળ દેખાવો યોજાશે. મુંબઈમાં આઈઆઈટી, ટીઆઈઓટીનાં મુંબઈ યુનિવર્સિટી ખાતે દેખાવો કરાશે. ગોવામાં પણ સિવિલ સોસાયટી જૂથોએ પણ વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું છે. બેંગાલુરુમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સીસ અને નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડીયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દેખાવો યોજાશે.

કેરળના ત્રિચુર, તિરુવનંતપુરમ, કોચી અને કટ્ટાયમમાં સ્ટુડન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડીયાએ દેખાવો માટે તૈયારી કરી છે.ત્રિપુરામાં પણ ડાબેરી મોરચા અને કોંગ્રેસે અલગ પણે દેખાવોનું આયોજન કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ આંદોલન કરશે. ભૂવનેશ્ર્વરમાં ડાબેરીઓએ બંધનું આહવાન આપ્યું છે. હૈદરાબાદમાં મૌલાના ઉર્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધનું આયોજન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here