ડાયટમાં શામેલ કરો વિટામિન C યુક્ત ખોરાક, મળશે આ ચમત્કારિક ફાયદા

0
137

વિટામિન ‘સી’ તમારી સુંદરતા જાળવી રાખવાની સાથે તમારા સ્વાસ્થ્યની પણ સંપૂર્ણ સંભાળ લે છે.

વિટામિન C એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખાય છે. ગાજર, કોબિજ, ફલાવર, ટામેટાં, બટાકા. લીંબુ, પાલક, કેપ્સિકમ, લાલ મરચાંમાં વિટામિન ‘C’ સારી માત્રામાં હોય છે. જ્યારે ફળોમાં જામફળ, પપૈયું, કિવિ, નારંગી, મોસંબી, દ્રાક્ષ, પાઈનેપલ, સ્ટ્રોબરી, રાસબરી, આમળાં અને દાડમ વગેરે ખાવાથી વિટામિન ‘સી’ મળી રહે છે. તો ચાલો જાણીએ કે આ વિટામિન શરીર અને ત્વચા માટે કેટલું ફાયદાકારક છે.

– વિટામિન ‘C’ ત્વચામાં કોલેજન બનાવવામાં મદદ કરે છે. કોલેજન એ વિટામિન ‘C’ દ્વારા શરીરમાં બનતું એક પ્રોટીન છે. તેના કારણે તમારી ત્વચા મુલાયમ બની રહે છે. જો વ્યક્તિના શરીરમાં વિટામિન ‘C’ની ઊણપ હોય તો ત્વચા ઉંમર કરતાં વહેલી લચી પડે છે અને ચહેરો જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે. વિટામિન ‘C’ની યોગ્ય માત્રા ચહેરા પર કરચલીઓ પડતાં રોકે છે.

– ઉનાળામાં બહુ વધારે સમય બહાર ગરમીમાં ફરવાથી ચહેરા પર સનબર્ન થઈ જાય છે. સૂર્યનાં કિરણોથી વ્યક્તિને કેન્સરનું જોખમ પણ ઊભું થતું હોય છે. પરંતુ ડાયટમાં વિટામિન C યુક્ત ખોરાકનો યોગ્ય વપરાશ કરી તમે આ જોખમ ટાળી શકો છો.

– વાળને શુષ્ક થતાં બચાવવા માટે શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન ‘C’ હોવું જરૂરી છે. શરીરમાં વિટામિન સીની ઊણપથી માથાની ચામડી પર પોપડી જામી જાય છે. જેના કારણે વાળનું મૂળ નબળું પડી જાય છે અને વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. પરંતુ વિટામિન Cની મદદથી માથામાં રક્ત પરિભ્રમણ વધે છે અને વાળ લાંબા અને સુંદર બને છે.

– વિટામિન ‘C’ એન્ટિ-ઓક્સિડન્ટ છે. શરીરમાં લોહીમાં ફરતાં ઝેરી તત્ત્વો એટલે કે ટોક્સિન્સ શરીરમાં કોઈને કોઈ અવયવોને નુક્સાન પહોંચાડે છે, તેને શરીરની બહાર કાઢવાની કામગીરી વિટામિન C કરે છે. ત્વચાને સૂરજનાં તેજ કિરણો અને પ્રદૂષણથી બચાવવા માટે એ જરૂરી છે કે તમે વિટામિન C ધરાવતાં શાકભાજી અને ફળોનો ગરમીના દિવસોમાં વધુ ઉપયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here