Saturday, September 25, 2021
Homeડાયાબિટીસના પેશન્ટ છો તો ફાઈબર્સ વધુ લો અને જ્યુસ પીવાનું ટાળો
Array

ડાયાબિટીસના પેશન્ટ છો તો ફાઈબર્સ વધુ લો અને જ્યુસ પીવાનું ટાળો

હેલ્થ ડેસ્કઃ ડાયાબિટીસ એક એવો રોગ છે જેને કન્ટ્રોલ કરવા ખાસ કરીને ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડતું હોય છે. જોકે, તેનો અર્થ એવો પણ નથી કે ડાયાબિટીસ આવ્યા બાદ કોઈ ખોરાક સંપૂર્ણપણે બંધ કરી દેવો પડે પણ જો તમે વધુ ખાંડ અથવા વધુ કાર્બોહાઇડ્રેટેડ ખોરાક ખાવા માગતા હો તો સામે ફાઇબર્સની માત્રા વધારી દો.

બ્લડ લેવલમાં ઝડપથી વધતા જતા શુગરને સંતુલિત કરવાનું કામ ફાઇબર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે બટાકા ખાવા માગો છો, તો તેની સાથે પૂરતી માત્રામાં સલાડ પણ ખાઓ. સલાડમાં ફાઇબર હોય છે જે લોહીમાં ખાંડના સ્તરમાં અચાનક વધારો થતા અટકાવે છે. ડાયાબિટીસમાં ડોક્ટર્સ પેશન્ટને વધુ ફળો ખાવાની સલાહ આપતા હોય છે પણ જ્યુસ પીવાની ના પાડતા હોય છે. તેનું કારણ એ છે કે જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ વધારે હોય છે. તેમાં શુગર બેલેન્સ કરનાર ફાઇબર નથી હોતા.
તેથી ફળોના જ્યુસની થોડી પણ માત્રા ડાયાબિટીસના દર્દી માટે જીવલેણ બની શકે છે. તેથી, ફ્રુટ જ્યુસ પીવાનું સંપૂર્ણપણે ટાળવું.

ડાયાબિટીસના દર્દી માટે કયો ખોરાક સારો અને કયો ખરાબ તેના નિર્ધારણમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઇ) અને ગ્લાયકેમિક લોડ (જીએલ) મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્લાયકેમિક ઈન્ડેક્સ દર્શાવે છે કે કયા ખોરાકમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ શરીરના બ્લડ શુગર લેવલને ઝડપથી અસર કરે છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ 1થી 100ના રેન્ક પર માપવામાં આવે છે. જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ જેટલો ઓછો હશે તે ખોરાક ડાયાબિટીસવાળા દર્દી માટે વધુ સારો રહેશે. 55 અથવા તેનાથી ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળો ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે સારો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉનાળામાં આવતા ફ્રુટ્સ કેટલા પ્રમાણમાં ખાવા યોગ્ય છે.

દ્રાક્ષ
દ્રાક્ષનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ 46 હોય છે. જે પ્રમાણમાં ઓછો છે પરંતુ દ્રાક્ષના એક નાના દાણામાં 0.4 ગ્રામ શુગર હોય છે. તેથી જો વધુ માત્રામાં દ્રાક્ષ ખાવામાં આવે તો
શરીરમાં ગ્લાયકેમિક લોડ વધી જશે. તેથી હાથની મુઠ્ઠીમાં જેટલી દ્રાક્ષ આવે તેનાથી અડધી માત્રામાં જ દ્રાક્ષ ખાવી જોઇએ.

તડબૂચ
તડબૂચનો જીઆઈ 72 હોય છે પરંતુ 100 ગ્રામ દીઠ શુગરની માત્રા ફક્ત 6 ગ્રામ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ તડબૂચની 2 સ્લાઇસ ખાઈ શકે છે.

મેંગો
કેરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 56 હોય છે એટલે કે સલામત સ્કેલ કરતાં એક પોઇન્ટ વધુ. એક કેરીમાં શુગરનો જથ્થો 26 ગ્રામ હોય છે. તેથી ડાયાબિટીસના પેશન્ટ માટે બહુ
કેરી ખાવી જોખમી સાબિત થઈ શકે છે. જોકે, એક દિવસમાં કેરીનો એક ટુકડો ખાઈ શકાય છે.

કેળાં
કેળાંમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ 55 હોય છે જે પરંતુ નાના કેળામાં પણ શુગરની માત્રા 10 ગ્રામ હોય છે. તેથી ડાયાબિટીક પેશન્ટે એક સમયે અડધું જ કેળું ખાવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments