ડિમ્પલ કાપડિયા હોલિવૂડ ડિરેક્ટર ક્રિસ્ટોફરની ફિલ્મ ‘ટેનેટ’માં જોવા મળશે

0
50

મુંબઈઃ ‘ઈન્સેપ્શન’, ‘ધ પ્રેસ્ટીઝ’ તથા ‘ઈન્ટરસ્ટેલર’ જેવી ફિલ્મ્સનું ડિરેક્શન કરનાર લિજેન્ડરી ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું નામ ‘ટેનેટ’ હશે અને ફિલ્મમાં માઈકલ કૈન, કેનેથ બ્રાનેઝ, એરોન ટેલર જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મમાં ભારતીય એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાને પણ કાસ્ટ કરવામાં આવી છે.

ફ્રેંચ એક્ટ્રેસને પણ લેવામાં આવી
ડિમ્પલ કાપડિયાને ગ્લોબલ લેવલ પર પોતાની ટેલેન્ટ બતાવવાની તક મળી છે. ડિમ્પલ સિવાય ફ્રેંચ એક્ટ્રેસ ક્લેમેંસે પોએસેને પણ કાસ્ટ કરવામાં આવી છે. ક્લમેંસે આ પહેલાં હેરી પોટરની ફિલ્મ્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકી છે.

ફિલ્મ એક્શન એપિક હશે
ફિલ્મમાં જોન ડેવિડ, રોબર્ટ પેટિનસન તથા એલિઝાબેથને પહેલાં જ કાસ્ટ કરી લેવામાં આવ્યા હતાં. આ ફિલ્મ એક્શન એપિક ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મનું શૂટિંગ સાત દેશોમાં થશે અને શૂટિંગ માટે આઈમેક્સ તથા 70 એમએમ (મિલિમીટર) ફિલ્મ ફોર્મેટની મદદ લેવામાં આવી છે. આ ફિલ્મને નોલન તથા તેની પત્ની એમ્મી થોમસ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. એક્ઝીક્યૂટીવ પ્રોડ્યુસર થોમસ હેસ્લિપ છે. આ ફિલ્મ આવતા વર્ષે 17 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે.

બોલિવૂડ સેલેબ્સે શુભેચ્છા પાઠવી

https://twitter.com/Rangoli_A/status/1131372465299476480

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here