Sunday, October 17, 2021
Homeડીસા શાકભાજી માર્કેટમાં શેષ મામલે વેપારીઓ અને સિક્યુટિરી ગાર્ડ વચ્ચે ઝપાઝપી બાદ...
Array

ડીસા શાકભાજી માર્કેટમાં શેષ મામલે વેપારીઓ અને સિક્યુટિરી ગાર્ડ વચ્ચે ઝપાઝપી બાદ હોબાળો

  • CN24NEWS-11/01/2019
  • ડીસા: શાકભાજી માર્કેટમાં શેષ મામલે નાના વેપારી તથા માર્કેટયાર્ડના સિક્યુરિટી વચ્ચે ઝપાઝપી સર્જાતા મામલો ગરમાયો હતો. જેને લભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં વેપારીઓ અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા.
  • ટોળાએ પોલીસને પણ દોડાવ્યો

    • 1.આજે શુક્રવારે વહેલી સવારે શાકભાજી ભરીને જતાં વેપારીને સિક્યુરિટી સાથે મગજમારી થતાં તેને  માર માર્યો હતો. શાકભાજી માર્કેટમાં વેપારીઓ સહિત અન્ય લોકોના  ટોળેટોળા ઉમટી પડ્યા હતા.  શરૂઆતમાં જ ટોળામાં સામેલ લોકોએ પોલીસ કર્મચારીને બાનમાં લીધો હતો અને તેને પીછો કરી દોડાવ્યો હતો.
    • શેષ બંધ કરવાની માંગ
      2.બનાવના પગલે એપીએમસીના સંચાલકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. નાના વેપારીઓ સહિતના શાકભાજી માર્કેટમાં શેષ બંધ કરવાની માંગ કરી હતી. એપીએમસી સેક્રેટરીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી શેષ ફી લેવામાં આવી રહી છે. આજે  કેટલાક વેપારીઓ સાથે મગજમારી થઈ હતી. જેને લઇ કેટલાક ટોળાએ માર્કેટને બાનમાં લેવા પ્રયાસ કર્યો હતો.વેપારીઓ સાથે બેઠક યોજી યોગ્ય નિરાકરણ લાવીશું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments